Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું કરાયું સમાપન

દક્ષિણ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાંથી 126 જેટલા
શિક્ષાર્થીઓએ પ્રશિક્ષણ મેળવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: કિલ્લા પારડી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે વિશ્વ હિન્‍દુ પરિષદ- દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગદળ દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ સમાપન કાર્યક્રમ રવિવારે અગિયાર કલાકે યોજવામાં આવ્‍યો હતો. તારીખ 19 મે થી આરંભ થયેલ આ પ્રશિક્ષણ વર્ગ આજરોજ તારીખ 26 મેના રોજ સમાપન થયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના 20 જિલ્લાઓમાંથી 126 જેટલા શિક્ષાર્થીઓએ 18 જેટલા પ્રશિક્ષિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શારીરિક, માનસિક અને બૌદ્ધિક પરીક્ષણ લીધું હતું.
વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત યુવાનોનું સંગઠન એટલે બજરંગ દળ, જે સેવા – સુરક્ષા – સંસ્‍કારના ધ્‍યેય સાથેયુવાનોમાં બૌદ્ધિક વિકાસ વધારવા તથા નૈતિક મૂલ્‍ય આધારિત જીવનપદ્ધતિ, રાષ્‍ટ્ર માટેના આદર્શ નાગરિક બનાવવા અને રાષ્‍ટ્રપ્રેમ, સ્‍વાભિમાન તથા હિન્‍દુત્‍વની ભાવના જગાડવા માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પારડી ખાતે આવો જ એક શૌર્ય પ્રશિક્ષણ વર્ગ તા 19 મે થી 26 મે સુધી આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાંથી 126 જેટલા શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ અપાયું હતું. જેમાં જુડે કરાટે, લાઠી દાવ, રાઈફલ શૂટિંગ, યોગ, પ્રાણાયામ, શિસ્‍ત સહિતની 18 જેટલા પ્રશિક્ષિત શિક્ષકોએ પ્રશિક્ષણ આપ્‍યું હતું. જે પ્રશિક્ષણ વર્ગનું રવિવારના રોજ પારડી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે સમાપન કરવામાં આવ્‍યું હતું જે પ્રસંગે કેન્‍દ્રીય સહમંત્રી વિશ્વ હિન્‍દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રિય પાલક ગોપાલજી, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઇ, વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ, સ્‍વાધ્‍યાય મંડળના કાર્યકારી અધ્‍યક્ષ ડો. પ્રતાપ વી ઠોસર, વાપી પાલિકના ઉપપ્રમુખ અભયભાઈ શાહ ઉપસ્‍થિત રહી ઉદબોધન કર્યું હતું. તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદના સી.પી. વાનાણી, રાજેશભાઈ રાણા, અજયભાઈ વ્‍યાસ, અમિત પટેલ, કમલેશ કયાડા,રાકેશ રાણા પિયુષભાઈ શાહ, હિરેનભાઈ શાહ, નટુભાઈ પટેલ, મયુર કદમ, વિક્રમસિંહ ભાટી સહિત શહેરના આગેવાનો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment