June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

  • પ્રદેશના ગરીબ આદિવાસી ખેડૂતોને જાગૃત અને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી મફત 135 કિલોગ્રામ બ્‍લેક રાઈસ(કાળા ચોખા-ડાંગર)ના બિયારણનું 12 જેટલા ખેડૂતોને કરાયેલું વિતરણ

  • જે આદિવાસી ખેડૂતો નિયમિત ડાંગરની ખેતી ઉપર નિર્ભર હતા, તેઓને હવે ઊંચી કિંમતવાળા બ્‍લેક રાઈસ (કાળાચોખા-ડાંગર)ની ખેતીથી બમણી આવક મેળવવામાં મદદ મળશે અને પ્રદેશમાં કૃષિ ઉત્‍પાદનમાં પણ વિવિધતા આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: સંઘપ્રદેશના પ્રશાસક અને સ્‍વપ્નદૃષ્‍ટા શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતોને મફત આદુનું વિતરણ કરીને પહેલની શરૂઆત કરવામાં આવી હતી. જેની કડીમાં આ વખતે બ્‍લેક રાઈસ(કાળા ચોખા)ના બિયારણનું વિતરણ કરવામાં આવ્‍યું.
પ્રાપ્ત માહિતી મુજબ ખાનવેલ મહેસૂલ વિભાગ અને આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલના નાયબ નિવાસી કલેક્‍ટરશ્રીની ઉપસ્‍થિતિમાં કાળા ચોખાના બિયારણના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આદિવાસી ખેડૂતોને જાગૃત અને પ્રોત્‍સાહિત કરવા માટે મફત 135 કિલોગ્રામ બ્‍લેક રાઈસ(કાળા ચોખા-ડાંગર)ના બિયારણનું 12 જેટલા ખેડૂતોને 6-30 એકરમાં ખેતી કરવા માટે વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેનું આયોજન આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
કૃષિ વિભાગ દ્વારા બ્‍લેક રાઈસ(કાળા ચોખા)ની ખેતી કરવા માટે સ્‍થાનિક ભાષામાં ઉપસ્‍થિત ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.તાલીમ દરમિયાન ખેડૂતોએ પૂછેલા વિવિધ પ્રશ્નોના જવાબ અને સૂચનો આપવામાં આવ્‍યા હતા. આ અવસરે ખેડૂતોને તેમના આર્થિક સશક્‍તિકરણ માટે વ્‍યૂહરચના બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બ્‍લેક રાઈસ(કાળા ચોખા)ના બિયારણના વિતરણ કાર્યક્રમ બાદ ખેડૂતોએ નક્કી કરી લીધું હતું કે, ચાલુ સિઝનમાં જ કાળા ચોખાવાળા ડાંગરની ખેતી કરીશું.
અત્રે યાદ રહે કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દાનહ-દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની હંમેશા દૂરદર્શિતા રહી છે કે, દાદરા નગર હવેલી જિલ્લાના આદિવાસી ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરીને તેમની આવકને બમણી કરે અને આત્‍મનિર્ભર બને.
વધુમાં બ્‍લેક રાઈસ(કાળા ચોખા-ડાંગર)ની ખેતી ખાનવેલ સબ ડિવિઝનના આર્થિક રીતે નબળા આદિવાસી ખેડૂતો માટે ક્રાંતિકારી પરિવર્તન સાબિત થવા જઈ રહ્યું છે. જે આદિવાસી ખેડૂતો નિયમિત ડાંગરની ખેતી ઉપર નિર્ભર હતા, તેઓ હવે ઊંચી કિંમતવાળા બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતીથી બમણી આવક મેળવવામાં મદદ મળશે. આ સિવાય આ પહેલથી પ્રદેશમાં કૃષિ ઉત્‍પાદનમાં પણ વિવિધતા આવશે.
આ પહેલ બદલ આદિવાસી ખેડૂતોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માન્‍યો હતો અને પ્રશાસનને ધન્‍યવાદ આપ્‍યા હતા. એમ ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશ કે. પટેલની એકઅખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

સરીગામ પંચાયતમાં સામાન્‍ય સભાની બેઠકના મુદ્દે તલાટી અને સરપંચ વચ્‍ચે જોવા મળેલીવિરોધાભાસ નિતિ

vartmanpravah

Leave a Comment