September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રિમિયર લીગનું દબદબાપૂર્વક થયેલો પ્રારંભ: નાણામંત્રીએ ઉદ્દઘાટન કર્યું

નિખાલસતા ક્રિકેટ રમીને વાપીનું નામ રોશન કરજો : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વાપી કુમાર શાળા મેદાનમાં પ્રિમિયર લીગનો દબદબાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રિમિયર લીગનુંનારિયેળ વધેરીને ઉદ્દઘાટન કર્યું હતું.
વાપી શહેર ક્રિકેટ રમતનું શોખીન શહેર છે. શહેરમાં અવારનવાર ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાતી રહે છે તે શ્રૃંખલામાં શનિવારે કુમારશાળાના મેદાનમાં પ્રિમિયર લીગનો પ્રારંભ થયો હતો. જેના ઉદ્દઘાટન સમારોહમાં રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહીને મેચનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અને વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, કોર્પોરેટર સુરેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, શહેરના ગણમાન્‍ય નાગરિકો, કોર્પોરેટર મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ઉદ્દઘાટન ઉદ્દબોધનમાં કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, દરેક ખેલાડી નિખાલસતાથી ક્રિકેટ રમે અને સદ્દભાવના ફેલાવી વાપીનું નામ રોશન કરે.

Related posts

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

Leave a Comment