આઈ.આઈ.ટી. મદ્રાસે પરિણામ જાહેર કર્યું : મિહિર કાપસી આઈ.આઈ.ટી. મદ્રાસમાં એડમિશન લઈ રિસર્ચ સાયન્ટિસ બનવા માગે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના ઉમરગામની એસ.એસ.વી. જ્ઞાન શાળામાં અભ્યાસ કરતો વાપીનો વિદ્યાર્થી મિહિર કાપસેએ જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષામાં એર 715 અને કેટેગરી (એસ.સી.બી.) મેળવીને વલસાડ જિલ્લામાં તે પ્રથમ ટોપ સ્કોરર બન્યો છે.
જેઈઈની પરીક્ષા બાદ આઈ.આઈ.ટી. મદ્રાસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિહિર કાપસી, જિલ્લામાં પ્રથમ ટોપ સ્કોરર બન્યો છે. મિહિરે જેઈઈ એડવાન્સ્ડની તૈયારીઓ માટે એફ.ઈ.સી.એલ.ના ક્લાસરૂમમાં પ્રવેશ મેળવી કોચિંગ દ્વારા સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. આકાશ એજ્યુકેશન સર્વિસ લી.ના બિઝનેશ હેડ અમિતસિંહ રાઠોડે અને વાપી બ્રાન્ચ આસિસ્ટન્ટ્સ ડાયરેક્ટર પ્રભાકરે અભિનંદન પાઠવ્યા હતા. પિતા પ્રકાશ કાપસે અને માતાએ અભિનંદન આપ્યા હતા. પિતા એલઆઈસીમાં કામ કરે છે. તેમના ત્રણેય સંતાનોએ અભ્યાસ ક્ષેત્રે નામ રોશન કરી રહ્યા છે. મિહિર ત્રીજુ સંતાન છે. મહિર સંતફળતા માટે સતત અભ્યાસ તથા શિક્ષકો અને આકાશ કોચિંગને શ્રેય આપે છે તે આઈઆઈટી મદ્રાસમાં એડમિશન લઈને રિસર્ચ સાયન્ટીસ્ટ બનવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, જેઈઈ એડવાન્સ્ડ2024 પેપર 1-2માં 1,80,200 ઉમેદવાર હતા તે પૈકી 48248 ઉમેદવાર તે પૈકી 48248 ઉમેદવારો ક્વોલીફાઈડ થયા હતા.