December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં જુના પ્રેમ સંબંધને લઈ થઈ મારા મારી

સમાધાન માટે બોલાવતા સોડાની બોટલ તથા નાળિયેરના તરાપા મારી કર્યો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી દમણીઝાંપા, ડુંગરી ફળિયા, કેન પ્‍લાઝા બિલ્‍ડીંગ પાસે રહેતા અનિકેત દીપકભાઈ પટેલનો કોલેજકાળ દરમિયાન એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ આ છોકરી નેહલ કિશોરભાઈ પટેલ રહે.ડી.સી.ઓ. સ્‍કુલની પાછળ સાથે પણ સંબંધ હોય અનિકેતે આ છોકરી સાથે ના પ્રેમ સંબંધ તોડી નાખ્‍યો હતો પરંતુ આ છોકરીની અન્‍ય એક બહેનપણી જ્‍યારે પણ બજારમાં મળે ત્‍યારે અનિકેતને આંગળી બતાવી ગાળો દેતી હોય અનિકેતે આ બહેનપણીની માતાને જણાવતા બંને વચ્‍ચે સમાધાન થઈ ગયું હતું પરંતુ ત્‍યારબાદ પણ 1.નેહલ કિશોરભાઈ પટેલ રહે.ડી.સી.ઓ. સ્‍કૂલની પાછળ, 2.ધવલ રાજેશભાઈ પટેલ રહે.અતુલ પાર્ક ગેટની બાજુમાં તથા 3.કળણાલ જીતેન્‍દ્ર ધોડીયા પટેલ રહે.પારડી કોલેજની બાજુમાં, નીલકંઠ સોસાયટી અનિકેતને બજારમાં કે અન્‍ય જગ્‍યાએ ભેગા થતા ગાળા ગાળી કરતા હતા.
તારીખ 23.5.2024 ના રોજ અનિકેતરાત્રે 11:30 કલાકે પોતાના મિત્ર દીપ અને અભિષેક સાથે દમણીઝાંપા, વલસાડથી વાપી જતા નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડ પર આવેલ મુકેશભાઈની દુકાન પાસે આ ત્રણેય મિત્રો બેસેલા હોય અનિકેતના મિત્ર દીપે સમધાન માટે કુણાલ નેહલ અને ધવલને મુકેશભાઈની દુકાન પાસે બોલાવતા ત્રણેય જણા મુકેશભાઈની દુકાને આવી ત્રણ પૈકી કળણાલે સોડાની બોટલ તથા નાળિયેરના તરાપાથી અનિકેતને મારતા તેને આંખની પાસે ઈજા થતાં ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલી ગયા હતા.
આ અંગેની જાણ અનિકેતના પિતા દીપકભાઈ દલપતભાઈ પટેલને થતા તેઓ સ્‍થળ પર આવી અનિકેતને પારડી સરકારી હોસ્‍પિટલમાં સારવાર કરાવી આ ત્રણેય વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment