January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: મુખ્‍યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત ચીખલી તાલુકાના ચીખલી, હોન્‍ડ તેજલાવ, ચિમલા, ચરી અને ઘેજ ગામમાં રૂા.495/- લાખના ખર્ચે નિર્માણ થનાર માર્ગનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
જે અંતર્ગત ચીખલી વાસંદા થી ચીખલી ખેરગામ જોઈનીંગ રોડ 1.25કિ.મી. લંબાઈનો 50.00 લાખના ખર્ચે- રામનગર સ્‍વામિનારાયણ મંદિરથી તલાવચોરા અટગામ 1.10 કી.મી. લંબાઈના રૂા.35.00 લાખના ખર્ચે, હોન્‍ડ ગામે હોન્‍ડ ચોકી નવેરા ફળીયા રોડ 1.10 કી.મી લંબાઇનો રૂા.35.00 લાખના ખર્ચે, તેજલાવ ગામે તેજલાવ આશ્રમશાળા થી સીતા ફળિયા જોઈનીંગ નીગ રોડ 2.00 કિ.મી. લંબાઈના રૂા. 70.00 લાખના ખર્ચે, ચિમલા ગામમાં ધોડીયાવાડથી ભૂરી કોતર થઈ ગૌચર તરફ જતો રસ્‍તો 1.00 કી.મી. લંબાઈના રૂા.35.00 લાખના ખર્ચે, ચરી ગામમાં ચરી ઉખડ ફળીયા મુખ્‍ય રસ્‍તાથી અરવિંદ રામુના ઘર સુધી રોડ – ચરી હરિજનવાસ રોડ 2.20 કિ.મી. લંબાઈના રૂા.757.00 લાખના ખર્ચે, ઘેજ ગામમાં ઘેજ દુકાન ફળીયા થી વાલધરા જોઈનીંગ રોડ 2.50 કી.મી. લંબાઈના રૂા.60.00 લાખના ખર્ચે – ઘેજ નાના ડુંભરિયા થી મોટા ડુંભરિયા 1.50 કી.મી. લંબાઈના રૂા. 750.00 લાખના ખર્ચે – ઘેજ હરિજનવાસ આઠમણા મહોલ્લા તરફ 0.70 કી.મી. લંબાઈના રૂા. 25.00 લાખના ખર્ચે નિર્માણ થનાર ઉપરોક્‍ત તમામ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રમુખશ્રી મયંકભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, ચીખલી તાલુકા પંચાયત કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતીકલ્‍પનાબેન ગાંવિત, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્‍યક્ષ શ્રીમતી દીપાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિતાબેન પટેલ, પદાધિકારીઓ/અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ કુતરાઓના હવાલે : સુરક્ષાના અભાવે સ્‍થિતિ ઉભી થઈ છે : દર્દીઓ ભયભીત

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

Leave a Comment