October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

નાનાપોંઢા, ચિવલ, ધોધડકુવા અને બાલચોંઢી ચાર ગામમાં ચેકડેમથી સિંચાઈ થતી હતી તે બંધ થઈ ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ઉપર મહત્ત્વાકાંક્ષી ચેકડેમ બનાવવામાં આવ્‍યો હતો. સ્‍થાનિક પાણીની જરૂરીયાત અને સિંચાઈ માટે બનાવાયેલ આ ચેકના 33 પૈકી 32 દરવાજા ગાયબ થઈ ગયા છે તેથી ચેકડેમ ખંડેર બની ગયો છે. આ અંગે તંત્ર તરફથી કોઈ સગડ કે કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ મોટું અચરજ ઘટના પેદા કરી રહેલ છે.
નાનાપોંઢા પાસેથી વહેતી કોલક નદી ઉપર ચિવલના ધોલ ફળીયા અને પહેલાદ ફળીયાને જોડતો એક ચેકડેમબનાવાયો હતો. સિંચાઈ અને સ્‍થાનિક પાણીની જરૂરીયાત ચેકડેમ થકી પુરી થતી હતી. ચેકડેમ માટે 33 દરવાજા હતા. આ 33 દરવાજા પૈકી 32 દરવાજા ક્રમશઃ ચોરી થઈ ગયા છે તેથી યોજના આખી નિષ્‍ફળ ગઈ છે અને ચેકડેમ ખંડેર બની ગયો છે. ચેકડેમની સ્‍થિતિ હાડપિંજર જેવી બની ગઈ છે. 32-32 દરવાજા ચોરાઈ ગયા પણ તંત્રએ એની નોંધ સુધી લીધી હોય તેવું જોવા મળતું નથી. જાહેર યોજનાની જાળવણી અને સંચાલન અંગેની અક્ષમ્‍ય પરિસ્‍થિતિ ઉભી થઈ ચૂકી છે.

Related posts

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ નિશા ભવરે સીલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું અનાવરણ

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment