October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્‍માર્ટ મીટર મુદ્દે આંશિક રાહત

અમલીકરણના પ્રથમ તબક્કામાં સરકારી કચેરી, ઔદ્યોગિક એકમ ત્‍યારબાદ રહેણાંક વિસ્‍તારમાં સ્‍માર્ટ મીટર યોજના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ગુજરાત રાજ્‍યની ચારેય વિજ કંપનીઓ સાથે દક્ષિણ ગુજરાત વિજ કંપનીએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં સ્‍માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. તેથી ઠેર ઠેર રહેણાંક એરીયામાં સ્‍માર્ટ મીટરનો પુરજોશથી વિરોધ શરૂ થઈ ગયો છે. સુરત પીપલોદમાં વિજ કંપનીએ સ્‍માર્ટ મીટર લગાડવાના શરૂ કર્યા હતા પરંતુ વધારે પૈસા કપાતા હોવાની ફરિયાદ બાદ હાલ પુરતું મીટર લગાવવાનું મુલતવી રખાયું છે. જો કે વલસાડ જિલ્લામાં હાલમાં સ્‍માર્ટ મીટર લગાડવાની કોઈ યોજના નથી તેવા નિર્ણય થકી લોકોરાહત અનુભવી રહ્યા છે.
સ્‍માર્ટ મીટર લગાડવાનો વિજ કંપનીઓના નિર્ણય બાદ ચોમેર વિરોધનો સુર ભડકી રહ્યો છે ત્‍યારે વૈકલ્‍પિક રસ્‍તા વિજ કંપની શોધી રહી છે. એક તબક્કે વિરોધ ઠારવા માટે જુના મીટરની બાજુમાં સ્‍માર્ટ મીટર લગાડવા જેવો નિર્ણય પણ લેવાયો છે જેથી ગ્રાહકને પ્રોપર વિજ વપરાશની સમજણ આપી શકે. સ્‍માર્ટ મીટર યોજનાના અમલ માટે વાપી રૂરલ વિજ કંપનીના ડે.ઈજનેરના જણાવ્‍યા મુજબ વલસાડ જિલ્લામાં હાલ પુરતી સ્‍માર્ટ મીટર લગાડવાની કોઈ યોજના નથી. જો કે પ્રાયોગીક ધોરણે પ્રથમ તબક્કામાં સ્‍માર્ટ મીટર સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોમાં લગાડવામાં આવશે. ત્‍યારબાદ રહેણાંક વિસ્‍તારમાં લગાડવામાં આવશે તેવુ વિજ કંપનીના સુત્રો પાસેથી પણ જાણવા મળ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, સ્‍માર્ટ મીટર યોજના કેન્‍દ્ર સરકારની છે તેથી રાજ્‍ય સરકાર ક્રમશઃ રીતે અમલમાં લાવવાનું વિચારી રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

vartmanpravah

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દીવના પાંચ સ્‍થળો પર નગરપાલિકા દ્વારા પે એન્‍ડ પાર્કિંગ માટે હરાજી યોજાઈ

vartmanpravah

‘‘મેં આઈ હેલ્‍પ યુ” ના સૂત્રને સાર્થક કરતી પોલીસ: અકસ્‍માત થયેલ સિનિયર સિટીઝનનું કારનું ટાયર જાતે બદલી આપતી વલસાડ ટ્રાફિક પોલીસ

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

Leave a Comment