Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: સેલવાસ-નરોલી રોડ પર ત્રણ બંગલા સામે એક વ્‍યક્‍તિ રાત્રી સમયે વોકિંગ માટે નિકળ્‍યા હતા, તે સમયે પાછળથી પુરઝડપે પસાર થઈ રહેલ ઇકો કારના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઈ હતી. જેમને હોસ્‍પિટલમાં લઈ જતા સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર શરદ શિંદે (ઉ.વ.42) રહેવાસી કસ્‍તુરી એપાર્ટમેન્‍ટ, સેલવાસ જે રાત્રે જમ્‍યા બાદ વોકિંગ માટે નીકળ્‍યા હતા તે દરમિયાન પાછળથી આવતી ઇકો કારચાલકે ટક્કર મારતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ટક્કર મારનાર ઇકો કારનો ચાલક ઘટના સ્‍થળે ટોળુ ભેગુ થતાં ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને 108 એમ્‍બ્‍યુલન્‍સ આવી હતી અને શરદ શિંદેને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં તેમનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

દાદરા ચેક પોસ્‍ટ નજીકથી રૂા.4.17 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટાટા ટેમ્‍પો ઝડપાયો : ચાલકની અટક

vartmanpravah

Leave a Comment