June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્‍ચે થયેલ અકસ્‍માત જોવા ગયેલ યુવાનને અજાણી કારે ટક્કર મારતા મોત

ઘાયલ અંકિત પટેલને પારડી હોસ્‍પિટલ ખસેડાયેલ પણ સારવાર પહેલાં જ મોત નિપજ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ પારનેરા હાઈવે પર ટ્રક અને કાર વચ્‍ચે થયેલા અકસ્‍માત બાદ પારડીથી મિત્રની બાઈક ઉપર પરત આવી રહેલ વલસાડનો યુવાન અને મિત્ર બાઈક પાર્ક કરી અકસ્‍માત જોવા ક્રોસ કરી રહેલ ત્‍યારે યુવાનને અજાણી કારે ટક્કર મારી દીધી હતી. અકસ્‍માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વલસાડના યુવાનને પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ સારવાર પામે તે પહેલાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
વલસાડમાં પિતા રાજન પટેલ, માતા દક્ષાબેન અને પત્‍ની રોશની સાથે છુટક મજુરી કામ કરી પરિવારને સહાયરૂપ થતો અંકિત પટેલને હાઈવે ઉપરનો અકસ્‍માત જોવો મોતમાં પરિણમ્‍યો હતો. અંકિત તેના મિત્ર સાથે પારડી બાઈક ઉપર જમવા ગયા હતા, જમીને પાછા ફરી રહ્યા હતા ત્‍યારે હાઈવેવાડી ફળીયા પાસે ટ્રક અને કાર વચ્‍ચે અખસ્‍માત સર્જાયો હતો તે જોવા માટે અંકિત અને તેના મિત્રએ બાઈક સાઈડમાં પાર્ક કરી અકસ્‍માત જોવા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે વાપી તરફથી પુરઝડપે આવી રહેલી અજાણી કારે અંકિતને ટક્કર મારી દીધી હતી. અકસ્‍માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ અંકિતને પારડી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભા તૂટી પડયુ હતું. અંકિતના પિતા રાજન પટેલે અજાણી કારના ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

Leave a Comment