October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા નદીના કાંઠે વેસ્‍ટ કેમિકલ ડમ્‍પ કરનારા માફિયા કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે

જી.પી.સી.બી. કે વહિવટી તંત્ર, ડુંગરા વાસીઓ દ્વારા કોઈ કાર્યવાહી
કરવામાં આવતી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી જીઆઈડીસીમાં કેમિકલ કંપનીઓનો કેમિકલ વેસ્‍ટ ઉંચકતા માફિયાઓ થકી હંમેશા બદનામ રહ્યું છે. વાપી આસપાસની જમીનનું પાણી મોટે પાયે ખરાબ થઈ ચૂક્‍યું છે. આજ કેમિકલ વેસ્‍ટ હવે દમણગંગા નદીના કાંઠા ઉપર ડમ્‍પીંગ થઈ રહ્યો છે. નદીનું પાણી અને કિનરો ખરાબ કરવાની પ્રવૃત્તિ આચરાઈ રહી છે.
ડુંગરા વિસ્‍તારમાં બુલેટ ટ્રેનનું સ્‍ટેશન બની રહ્યું છે. જેને લઈ વિકાસે રફતાર પકડી છે. બુલેટ ટ્રેન દમણગંગા નદી પર બનેલબ્રીજથી પસાર થવાની છે. આ બ્રિજ નજીક કેમિકલ વેસ્‍ટના માફિયાઓ પોતાના વાહનોના આવાગમન માટે કેમિકલ વેસ્‍ટ પાથરી રહ્યા છે. જેના થી કાંઠાનો વિસ્‍તાર સાંકડો થઈ રહ્યો છે તેમજ નદીનું પાણી પણ ખરાબ થઈ રહ્યું છે. આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. જીપીસીબી, દમણગંગા વિભાગ, ડુંગરા પાલિકા કોર્પોરેટર કોઈ પ્રકારના પગલા ભરતા જોવા મળતા નથી. ચોમાસામાં ભારે વરસાદ તથા દમણગંગા નદીના મધુબન ડેમના છોડાતા પાણી અહીં અવરોધ થશે. પાણીનો ભરાવો થવાની શક્‍યતા છે. પાણીને લઈ બેટ જેવી સ્‍થિતિ નિર્માણ થવાની વકી છે તેથી કેમિકલ વેસ્‍ટ ડમ્‍પીંગ કરતા માફિયા સામે કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવો જરૂરી છે.

Related posts

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment