(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વલસાડના સુવિખ્યાત યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ જંગલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
પારનેરા ડુંગર યાત્રાધામ આસપાસ ઘીચ જંગલ આવેલું છે. આ જંગલમાં ઘાસ સુકાઈ ગયેલું હોવાથી આગ લાગી હતી પરંતુ આગ કેવી રીતે લાગી તેનું કારણબહાર આવ્યું નથી. આગની જાણ થતા સ્થાનિક લોકો ડુંગરના જંગલમાં દોડી ગયા હતા. ઝાડની ડાળીઓ વિંઝીને આગ બુઝાવવાની સખત મહેનત કરી હતી. અંતે લોકોની મહેનત રંગ લાવી હતી. આગને બુઝાવી દેવાઈ હતી. એકાંત જંગલમાં આગ કેવી રીતે લાગે? ચર્ચા મુજબ કોઈએ કંઈ સળગાવ્યું હોય અથવા બીડી, સિગારેટ પિતા આગ લાગી હોય તેવું મનાય છે. અગાઉ પણ પારનેરા ડુંગરમાં આ પ્રમાણે આગ લાગી હતી તેવું સ્થાનિક લોકો વર્ણવી રહ્યા છે.
