August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદની માત્ર 4 મહિનામાં જ દિલ્‍હી બદલીઃ પ્રદેશમાં વહેતા થયેલા અનેક તર્ક-વિતર્કો

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કરાયેલો વધારાનો હવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદની દિલ્‍હી બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરાયો છે. શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં પોતાનો અખત્‍યાર 4થી જુલાઈ, 2022ના રોજ સંભાળ્‍યો હતો. તેઓ 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘના અનુગામી બન્‍યાહતા.
ગૃહ મંત્રાલય દ્વારા માત્ર 4 મહિનાના કાર્યકાળ દરમિયાન બદલી કરવાના આદેશથી પ્રદેશમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેનો વધારાનો હવાલો નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો છે. શ્રી રાજાવતને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના અપાયેલા વધારાના અખત્‍યારથી પ્રશાસનમાં વધુ ગતિ આવશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

Leave a Comment