April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો તો કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ જ્‍યારે કેટલીક ટ્રેનોને સુરતના ઉધના-જળગાંવ એક્‍સપ્રેસને કલ્‍યાણ રૂટ ઉપર ડાઈવર્ટ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : ગઈકાલે મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગયા બાદ પヘમિ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનોનો વ્‍યવહાર ખોરવાઈ જવા પામ્‍યો હતો. જેની અસર બીજા દિવસે એટલે કે આજે બુધવારે પણ જોવા મળી હતી. તેમાં જે તે ટ્રેનોની અસર અથવા ફેરફાર અંગે રેલવે વિભાગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી.
પヘમિ રેલવે વિભાગે જાહેર કરેલ માહિતી મુજબ તા.29ની તેજસ એક્‍સપ્રેસ ટ્રેન 15:45 કલાકના નિર્ધારીત પ્રસ્‍થાનને બદલે 20:00 કલાકે મુંબઈ સેન્‍ટ્રલથી ઉપડી હતી. ભૂજ ખાતે જનારી કચ્‍છ એક્‍સપ્રેસ નિર્ધારીત સમય 17:45 કલાકને સ્‍થાને 22:30 કલાકે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્‍થાન શેડયુલ કરવામાં આવી હતી. તા.29-5-24ની ઓખા સૌરાષ્‍ટ્ર મેલ તા.30-5-24 એ 00:30 કલાકે નિર્ધારીત પ્રસ્‍થાનને બદલે 21:00 કલાકે રિ-શીડયુલ કરવામાં આવી હતી. તે રીતે બાંદ્રા ટર્મિનસથી તા.29-5-24ની અમદાવાદ લોકશક્‍તિ તા.30-5-24ના રોજ 01:00 કલાકે નિર્ધારીત પ્રસ્‍થાનને બદલે19:40 રિ-શેડયુલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલઘરમાં માલગાડીના 6 વેગન ઉતરી જવાને લીધે મુંબઈ-સુરત સેક્‍શનની અપ લાઈનને અસર થવા પામી હતી. ગઈકાલે 4 ટ્રેનો રદ્દ કરાઈ હતી, જ્‍યારે 8 ટ્રેનોનો પ્રવાસ ટુંકાવાયો હતો. ગાંધીધામ એસબીસી એક્‍સપ્રેસ, નિઝામુદ્દીન-ત્રિવેન્‍દ્રમ રાજધાની એક્‍સપ્રેસ, ભાવનગર-કોચુવેલી એક્‍સપ્રેસ, ઉધના-જળગાંવ એક્‍સપ્રેસને કલ્‍યાણ રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી.

Related posts

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment