કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો તો કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ જ્યારે કેટલીક ટ્રેનોને સુરતના ઉધના-જળગાંવ એક્સપ્રેસને કલ્યાણ રૂટ ઉપર ડાઈવર્ટ કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29 : ગઈકાલે મંગળવારે પાલઘરમાં ગુડ્ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગયા બાદ પヘમિ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનોનો વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. જેની અસર બીજા દિવસે એટલે કે આજે બુધવારે પણ જોવા મળી હતી. તેમાં જે તે ટ્રેનોની અસર અથવા ફેરફાર અંગે રેલવે વિભાગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી.
પヘમિ રેલવે વિભાગે જાહેર કરેલ માહિતી મુજબ તા.29ની તેજસ એક્સપ્રેસ ટ્રેન 15:45 કલાકના નિર્ધારીત પ્રસ્થાનને બદલે 20:00 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડી હતી. ભૂજ ખાતે જનારી કચ્છ એક્સપ્રેસ નિર્ધારીત સમય 17:45 કલાકને સ્થાને 22:30 કલાકે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન શેડયુલ કરવામાં આવી હતી. તા.29-5-24ની ઓખા સૌરાષ્ટ્ર મેલ તા.30-5-24 એ 00:30 કલાકે નિર્ધારીત પ્રસ્થાનને બદલે 21:00 કલાકે રિ-શીડયુલ કરવામાં આવી હતી. તે રીતે બાંદ્રા ટર્મિનસથી તા.29-5-24ની અમદાવાદ લોકશક્તિ તા.30-5-24ના રોજ 01:00 કલાકે નિર્ધારીત પ્રસ્થાનને બદલે19:40 રિ-શેડયુલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલઘરમાં માલગાડીના 6 વેગન ઉતરી જવાને લીધે મુંબઈ-સુરત સેક્શનની અપ લાઈનને અસર થવા પામી હતી. ગઈકાલે 4 ટ્રેનો રદ્દ કરાઈ હતી, જ્યારે 8 ટ્રેનોનો પ્રવાસ ટુંકાવાયો હતો. ગાંધીધામ એસબીસી એક્સપ્રેસ, નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ, ઉધના-જળગાંવ એક્સપ્રેસને કલ્યાણ રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી.