October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. દાનહમાં ખાલી પડતર જમીનમાં વૃક્ષોના છોડ વાવવાની પહેલ વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પીપરિયા ખાતે વનવિભાગની કચેરી સામે આવેલી ખુલી જગ્‍યામાં ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વનવિભાગના અધિકારી, કર્મચારી સહિત પીપરીયા ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા લીમડો, મહૂડો, વડ, ગુલમહોર પીપળો જેવા 135 જેટલા છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુંહતું.
આ ઉપરાંત ચોમાસાના વરસાદનો પ્રારંભ થતાં જ દાનહ વનવિભાગ દ્વારા સંઘપ્રદેશને લીલુંછમ બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વર્ષે વન વિભાગ દ્વારા 500 હેક્‍ટરમાં આશરે 8 લાખ જેટલા છોડવાઓ રોપવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં વનવિભાગના એ.સી.એફ. શ્રી વિજય પટેલ, આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, અન્‍ય વન અધિકારી કર્મચારીઓ તેમજ પીપરીયા ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટની કંપનીઓના કામદારો-કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

ધરમપુરના આવધા સાકાર વાંચન કુટીર ખાતે ધો. 10 અને 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્‍કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

vartmanpravah

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah

Leave a Comment