December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્‍ય સચિવ ડો.એ. મુથમ્‍માની સલાહ પર દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિ. કંપનીએ પ્રશાસનના સહયોગથી સીએસઆર હેઠળ પોષણ કીટનું કરેલું વિતરણ

ડીઆઈએ નિવર્તમાન પ્રેસિડેન્‍ટ અને પોલીકેબ ઈન્‍ડિયા લિમીટેડના પ્રમુખ (ઓપરેશન એચઆર) રમેશ કુંદનાની અને આરોગ્‍ય વિભાગની ટીમે પીએચસી સેન્‍ટર જુમ્‍પરીન, કથીરિયા અને ખારાવાડમાં પૌષ્ટિક ખોરાકનું કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 15
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુ઼લભાઈપટેલના માર્ગદર્શન હેઠળ અને અને આરોગ્‍ય સચિવ ડૉ.એ.મુથમ્‍માની સલાહ અને આરોગ્‍ય નિયામક ડો.વી.કે. દાસ તથા દમણના આરોગ્‍ય અધિકારી શ્રી મેઘલ શાહના સહયોગથી દમણની સુપ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી પોલીકેબ ઈન્‍ડિયા કંપનીએ સંયુક્‍ત રીતે કુપોષણ સામે ઝુંબેશ ચલાવતા સીએસઆર-4સી (કોલેબરેટીવ કમ્‍યુનિટી કેયર થ્રૂ સીએસઆર) પ્રોજેક્‍ટ હેઠળ પોષણ કીટનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમ ડીઆઈએના નિવર્તમાન પ્રેસિડેન્‍ટ અને પોલિકેબ ઇન્‍ડિયા લિમિટેડના પ્રેસિડેન્‍ટ (ઓપરેશન્‍સ એન્‍ડ એચઆર) દ્વારા સીએસઆર સેન્‍ટર જુમ્‍પેરીન, કથીરિયા અને ખારવાડ ખાતે શ્રી રમેશ કુંદનાની દ્વારા કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે શ્રી રમેશ કુંદનાનીએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, પોષણ કીટનું વિતરણ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વિસ્‍તારના કુપોષણ, એનિમિયા, ક્ષય, રક્‍તપિત્ત, કુપોષણ અને અન્‍ય ચેપી રોગોના લોકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે. જ્‍યારે લાંબા ગાળાનો ઉદ્દેશ્‍ય સુધારાત્‍મક અને નિવારક પગલાં સુનિヘતિ કરવાનો છે. આ જ ઝુંબેશને આગળ ધપાવતા પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ દ્વારા આજે એનિમિયાની 333 કીટ, કુપોષણની 22 કીટ અને ટીબી અને એચઆઈવીની 221 કીટ વિવિધ લાભાર્થીઓને વિતરીત કરવામાં આવી હતી.
આ કીટમાંઆરોગ્‍ય વિભાગ, દમણની સલાહ અનુસાર જરૂરિયાત મુજબ, ફિલ્‍ટર, તેલ, રવા, હાઈ પ્રોટીન પાવડર, સોયાબીન, પ્રોટીન લોટ, મગ, કાચા અનાજ વગેરેનું જથ્‍થા પ્રમાણે પેક કરવામાં આવ્‍યું છે. પોલિકેબ ઈન્‍ડિયા લિમિટેડ કંપની દ્વારા દત્તક લીધેલા આ ગામોમાં પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરીને આ સુવિધા આપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડને માત્ર ત્રણ ગામો દેવકા, કુંડ ફળિયા અને કડૈયા આપવામાં આવ્‍યા છે, જેમાં પૌષ્ટિક આહારનું વિતરણ સરળતાથી ચાલી રહ્યું છે. પોલીકેબની ટીમ તરફથી શ્રી કે.વી.રાજુ, શ્રી કુમુદ ઝા અને શ્રી તાપસએ આજે સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો.

Related posts

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

vartmanpravah

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

ખાનવેલ બિરસા ખાતે મુંડા શાળામાં જિલ્લા સ્‍તરીય વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

vartmanpravah

Leave a Comment