(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર ત્રિરંગાનું દેશ વ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈના અધ્યક્ષતા અને ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈચારા અને એકતાની ભાવના બની રહે એવા ઉદ્દેશથી આયોજિત ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વેપારીઓ, મહિલા આગેવાનો, સામાજિક સંગઠનના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને ભારતીયજનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકરે લીલી ઝંડી બતાવી ત્રિરંગા યાત્રાનો પ્રારંભ સરીગામ કે.ડી.બી. હાઈસ્કુલથી કરાવ્યો હતો અને જે સરીગામ બજાર વિસ્તારથી પસાર થઈ બાયપાસ માર્ગ બિરસા મુંડાની પ્રતિમા પાસે પહોંચી હતી. જ્યાં ત્રિરંગા યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંતભાઈ પઢિયાર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિષાી, સરપંચ સંઘના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ નાયક, માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભાજપા તાલુકા સંગઠનના મહામંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, કોષાધ્યક્ષ ડો.નિરવ શાહ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી.
