October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

ન્‍યુ હાઉસીંગ બ્‍લોક નં.71/1386 માં રહેતો શંકર વિજય સંકેત ઘરેથી જ એમડી ડ્રગ વેચાણ-સપ્‍લાય કરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી જીઆઈઢીસી પોલીસે ગુંજન ન્‍યુ હાઉસીંગ રહેણાંક વિસ્‍તારમાં આજે શુક્રવારે રેડ કરી હતી. પોલીસ ઘરમાં રાખવામાં આવેલ 53.37 ગ્રામ મેટાએમ્‍ફેટાઈન એમ.ડી. ડ્રગ જેની બજાર કિંમત રૂા.5,33,700 નો જથ્‍થો ઝડપી પાડી આરોપી ઈસમની ધરપકડ કરી હતી.
વલસાડ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે વાપી જીઆઈઢીસી પોલીસ હદ વિસ્‍તારમાં આવતા ગુંજન ન્‍યુ હાઉસીંગ બ્‍લોક નં.71 રૂમ નં.1386માં આજે શુક્રવારે રેડ કરી હતી. મકાનમાં રહેતા શંકર વિજય સંકેત મૂળ કર્ણાટકની તલાસી લીધી હતી. કાર્યવાહી દરમિયાન ઘરમાંથી પોલીસને ગેરકાયદે માદક પદાર્થ મેટાએમ્‍ફેટાઈન (એમ.ડી.) ડ્રગનો 53.37 ગ્રામનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેની બજાર કિંમત રૂા.5,33,700 રૂપિયા થાય છે. તદ્દઉપરાંત ઘરમાંથી પોલીસને રોકડા રૂપિયા 34 હજાર તથા ડ્રગનું વજન કરવા માટે 2 પોર્ટેબલ કાંટા મળી આવ્‍યા હતા. તેમજ બે માઈલ મળી તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્‍ટ 1985 ની કલમ 8 (સી), 22(સી) 29 મુજબ ગુનોએસ.ઓ.જી.એ જીઆઈડીસી પોલીસ સ્‍ટેશનમાં રજીસ્‍ટર કરાવ્‍યો હતો. સમગ્ર કાર્યવાહી એ.એસ.આઈ. અશોક કુમાર મળેલ ચોક્કસ બાતમી આધારે ન્‍યુ હાઉસીંગ રહેણાંક વિસ્‍તારમાં રહેતા શંકર વિજય સંકેતના ઘરે રેડ કરી હતી. આ કામગીરી પી.એસ.આઈ. આઈ.કે. મિષાી, હે.કો. ભાવેશભાઈ, દિગ્‍વિજયસિંહ, પો.કો. વિક્રમસિંહ, અરશદ યુસુફ, ડ્રાઈવર હે.કો. સુનિલ કુમાર અને રમેશભાઈ સહિત પોલીસ સ્‍ટાફે ટીમવર્કથી પાર પાડી હતી.

Related posts

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

vartmanpravah

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

Leave a Comment