October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

સ્કુલ વર્ધીના વાહનમાં વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ: વાહન કલાકમાં ૨૦ કિ.મી. કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહિ

વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રીક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે. પરંતુ બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આ પ્રકારના વાહનો માટે મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ નીચે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવી છે. જેનો અમલ કરવો જરૂરી બન્યું છે.
(૧) મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ સ્કુલનાં બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીળી નંબર પ્લેટવાળા હોવા જરૂરી છે. (૨) મોટર વ્હીકલ એક્ટ – ૧૯૮૮ પ્રમાણે સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ. (૩) વાહનનાં ચાલક અધિકૃત ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ જરૂરી છે. (૪) દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક રાખવી જોઈએ. (૫) દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ. (૬) આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ. (૭) સ્કુલ વાનના દરવાજા સારી ગુણવત્તાવાળા લોકથી બંધ કરવા જોઈએ. (૮) દરેક વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ. (૯) સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ, વાંકીચુકી સપાટીવાળું હોવું જોઈએ નહિ. (૧૦) આ પ્રકારના વાહન કલાકમાં ૨૦ કી.મી. કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહિ. (૧૧) વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ. (૧૨) વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે. (૧૩) ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ. (૧૪) સ્કુલ વર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ ૨ બાળક બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરવાનું રહેશે નહિ. (૧૫) સ્કુલ વર્ધીના વાહનોમાં કોઈપણ મંજૂરી લીધા વગર CNG અથવા LPG ગેસ પર વાહન ચલાવવું ગંભીર ગુન્હો છે. જેથી આ સ્કૂલવર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા વાહનમાં જો અધિકૃત CNG કે LPG કીટ ફીટ કરાવેલ હોય તો સદર વાહનનાં CNG કે LPG ટેન્કનું Gas Cylinder Rules-2016 નાં નિયમ-૩૫ તથા IS: 15975 ની હાલની જોગવાઈ મુજબ CNG વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્ક ને ૦૩ વર્ષ તેમજ LPG વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને ૦૫ વર્ષ હાઈડ્રો ટેસ્ટ નિયમિત કરાવવી જરૂરી છે. ઉપરોક્ત બાબતોની શાળાનાં બાળકોનાં હિતમાં જાહેર જનતાને નોંધ લેવા વલસાડ જિલ્લાના ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
==============

Related posts

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

દમણમાં આયોજીત ગ્રિષ્‍મકાલીન(ઉનાળુ) રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment