October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ઉમરગામ બાળકી દુષ્‍કર્મ ઘટના અંગે અફવાથી દૂર રહેવાની પોલીસની અપીલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગઈ તા.27-08-2024 ના આશરે બપોરે સાડા ત્રણ વાગેના અરસામાં ઉમરગામના દેવધામ વિસ્‍તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે દુષ્‍કર્મ બનાવ બનેલ હતો જે બાબતની જાણ બાળકીનાવાલીએ ઉમરગામ પો.સ્‍ટે.માં આશરે સાંજે છ વાગે કરતા ઉમરગામ પોલીસ તાત્‍કાલિક સદર બનાવને ગંભીરતાથી લઈ પોલીસ અધિક્ષકશ્રી વલસાડને જાણ કરતા વલસાડ પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા તાત્‍કાલિક સ્‍થળ ઉપર પહોંચી ગયેલા અને તેમના માર્ગદર્શન નીચે ભોગ બનનાર બાળકીના વાલી વારસની ફરીયાદ રજીસ્‍ટર્ડ કરી વલસાડ જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાંચ, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ, તેમજ જિલ્લાના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં મહારાષ્‍ટ્ર રાજ્‍યમાંથી પોતાના વતન તરફ ભાગતો પકડી પાડયો છે. બાળકીને તાત્‍કાલિક મેડીકલ સારવાર કરાવતા બાળકી હાલમાં સારવાર હેઠળ તેમજ સ્‍વસ્‍થ છે. આ ગુન્‍હામાં આરોપીને સખતમાં સખત દાખલા રૂપ સજા થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાપીની અધ્‍યક્ષતામાં સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. આરોપી વિરૂધ્‍ધ તપાસ દરમ્‍યાન વૈજ્ઞાનિક, ફોરેન્‍સિક, મેડીકલ તેમજ સાંયોગીક પુરાવાઓ મેળવી તાત્‍કાલિક ચાર્જશીટ કરી ફાસ્‍ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવનાર છે.

Related posts

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

કુકેરી શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થનાર મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah

Leave a Comment