(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ) તથા શ્રેષ્ઠીવર્ય રાકેશકુમાર કે. શાહ (મુંબઈ) હાજર રહ્યા હતા. તથા અન્ય મહેમાનો પ્રફુલ્લાબેન, પન્નાબેન તથા સુલેખાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ જીવણભાઈ આહિર, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, સમગ્ર ટ્રસ્ટીગણ તથા શાળાના સ્ટાફની હાજરીમાં એસ.કે. ભવનનું ઉદ્દઘાટન ભરતભાઈ એન. શાહ અને રાકેશકુમાર કે. શાહના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા આભારવિધિ શાળાના આચાર્ય દિપકકુમાર આર. પટેલે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ ચાવડા અને પ્રકાશભાઈ પરમારે કર્યું હતું.
