October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની મંજૂરીથી ભારતના પોર્ટુગીઝ સલ્‍તનત હેઠળના તે સમયના પ્રદેશો ગોવા, દમણ અને દીવના નાગરિકોએ પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા હેઠળ છેતરપિંડી કરવા સિવાય રાષ્‍ટ્રીયતા મેળવી હશે તેવા નાગરિકોને માન્‍ય પોર્ટુગીઝ પાસપોર્ટ અથવા ઓ.સી.આઈ. કાર્ડ પર ભારતની વિઝા/એક્‍ઝિટ માટેની પરવાનગી સરળતાથી મળી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : ગોવા, દમણ અને દીવના રહેવાસીઓએ પોતાની પોર્ટુગીઝ રાષ્‍ટ્રીયતા કાયદેસર પ્રાપ્ત કરી હશે તેવા ભારતીય નાગરિકોને ભારતીય વિઝા/એક્‍ઝિટ પરમિશન અથવા ઓ.સી.આઈ. કાર્ડ મેળવવા માટે પડતી સમસ્‍યા ભારત સરકારના ગૃહ મંત્રાલયના ધ્‍યાનમાં આવી છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ કેન્‍દ્રિય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની મંજૂરીથી ભારતના પોર્ટુગીઝ સલ્‍તનત હેઠળના તે સમયના પ્રદેશો ગોવા, દમણ અને દીવના ભારતીય નાગરિકો કે જેમણે પોર્ટુગીઝ રાષ્‍ટ્રીયતા કાયદા હેઠળ પોર્ટુગીઝ રાષ્‍ટ્રીયતા પ્રાપ્ત કરીહોય અને જેમણે શરણાગતિ પ્રમાણપત્રને બદલે પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી દ્વારા ઈન્‍ડિયન પાસપોર્ટ રદ્‌ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હોય તો આવા રદ્‌-બાતલ હુકમની નકલ શરણાગતિ પ્રમાણપત્રના બદલે વૈકલ્‍પિક દસ્‍તાવેજ તરીકે ગણવાનું નક્કી કરાયું છે. સંબંધિત વ્‍યક્‍તિએ પોતાનો પોર્ટુગીઝ પાસપોર્ટ છેતરપિંડીથી નહીં મેળવ્‍યો હોય તેવા નાગરિકોને માન્‍ય પોર્ટુગીઝ પાસપોર્ટ અથવા ઓ.સી.આઈ. કાર્ડ પર વિઝા/એક્‍ઝિટ માટેની પરવાનગી મળી શકશે.
ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરવામાં આવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દુણેઠા ગ્રા.પં.ના હોલમાં ગરબા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment