Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

બકરી ઈદ દરમિયાન કોઈપણ જાતનું જુલુસ કાઢવામાં આવશે નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ ના અધ્‍યક્ષ સ્‍થાને પી.આઈ. જી.આર.ગઢવીની હાજરીમાં આગામી તારીખ 17-6-2024 ના રોજ આવી રહેલ બકરી ઈદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.
પારડી પારડી શહેરના પ્રબુદ્ધ હિન્‍દુ મુસ્‍લિમ નાગરિકોની હાજરીમાં મળેલી આ શાંતિ સમિતિની બેઠકમાં યુવાનોએ સોશિયલ મીડિયા પણ કોઈ પણ જાતની ઉશ્‍કેરીજનક પોસ્‍ટ મૂકવી નહીં, કોઈપણ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખવી અને કોઈ ઘટના બને તો તાત્‍કાલિક પોલીસને જાણ કરવી શાંતિ અને ભાઈચરાથી તહેવાર ઉજવવો જેવા અનેક પ્રશ્નોની ચર્ચા હિન્‍દુ મુસ્‍લિમ ભાઈઓ તથા પોલીસે સાથે મળી કરી હતી.
આજની આ શાંતિ સમિતિની બેઠકમાં પારડી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, પ્રેમલસિંહ ચૌહાણ અનવરભાઈ, કેતનભાઈ પ્રજાપતિ, ઉપેન્‍દ્ર દેસાઈ, કિરણ પટેલ, રાજન ભટ્ટ જેવા શાંતિ સમિતિ બેઠકના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

vartmanpravah

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment