બકરી ઈદ દરમિયાન કોઈપણ જાતનું જુલુસ કાઢવામાં આવશે નહીં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ ના અધ્યક્ષ સ્થાને પી.આઈ. જી.આર.ગઢવીની હાજરીમાં આગામી તારીખ 17-6-2024 ના રોજ આવી રહેલ બકરી ઈદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.
પારડી પારડી શહેરના પ્રબુદ્ધ હિન્દુ મુસ્લિમ નાગરિકોની હાજરીમાં મળેલી આ શાંતિ સમિતિની બેઠકમાં યુવાનોએ સોશિયલ મીડિયા પણ કોઈ પણ જાતની ઉશ્કેરીજનક પોસ્ટ મૂકવી નહીં, કોઈપણ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખવી અને કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવી શાંતિ અને ભાઈચરાથી તહેવાર ઉજવવો જેવા અનેક પ્રશ્નોની ચર્ચા હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા પોલીસે સાથે મળી કરી હતી.
આજની આ શાંતિ સમિતિની બેઠકમાં પારડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, પ્રેમલસિંહ ચૌહાણ અનવરભાઈ, કેતનભાઈ પ્રજાપતિ, ઉપેન્દ્ર દેસાઈ, કિરણ પટેલ, રાજન ભટ્ટ જેવા શાંતિ સમિતિ બેઠકના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.