September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

વીજ પ્રવાહ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી : રિક્ષા નુકશાનગ્રસ્‍ત થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.19: ધરમપુર રાજમહેલ રોડ ઉપરથી પસાર થતી હાઈટેન્‍શન વીજલાઈનના બે પોલ રોડ ઉપર ધરાશાયી થયા હતા. બે વીજપોલ પૈકીનો એક પોલ તો રોડ ઉપર કેરી ભરીને જઈ રહેલ રિક્ષા ઉપર તૂટી પડતા અફરા તફરી મચી જવા પામી હતી.
ધરમપુર રાજમહેલ રોડ વ્‍યસ્‍ત રોડ છે. રોડ ઉપરથી હાઈટેન્‍શન વીજલાઈન પસાર થાય છે. આ રોડ ઉપર આજે બપોરના સુમારે બે વીજપોલ વીજલાઈનના એકાએક ધરાશાયી થયા હતા તે દરમિયાન રોડ ઉપરથી પસાર થતી રિક્ષા નં.જીજે 15 એક્‍સએક્‍સ 5672 ઉપર એજ વીજપોલ પડયો હતો. જો કે સદનસીબે વીજપ્રસાહ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ચોમાસાને લીધે કે અન્‍ય કોઈ ગર્ભિત કારણોસર વીજપોલ તૂટી પડયા હોવાનું મનાય છે. પરંતુ જાહેર રોડ ઉપર વીજપોલ તૂટી પડતા થોડી જ વારમાં અફરા તફરી મચી જવા પામી હતી. લોકો ભેગા થઈ ગયા હતા. વીજ અકસ્‍માતની જાણ થતા વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. રિક્ષા ઉપર પડેલા વીજ વાયરો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત જ છે ત્‍યાં વીજ પોલ જવાબ આપી રહ્યા છે ત્‍યારે આગળના સમયે શું થશે? તેવી ચર્ચાઓ લોકો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અકસ્‍માતમાં રિક્ષા ડ્રાઈવરનો બચાવ થયો હતો. થોડુ ઘણું રિક્ષાને નુકશાનથયું હતું.

Related posts

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

વલવાડામાં પતિએ કરેલી પત્‍નીની હત્‍યા

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

સરપંચ કુંતાબેન વરઠાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment