વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકારની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં, જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રીસ્નેહીલભાઈ દેસાઈની આગેવાનીમાં જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં યુવા મોરચાની આગેવાની હેઠળ યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શીલ્પેશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત યુવા મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ, શીલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રીઓ શ્રી પ્રભાકર યાદવ, શ્રી મયંકભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી ભાસીન દેસાઈ, જિલ્લા યુવા મોરચાના કોષા અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ નંદા, તેમજ જિલ્લા યુવા મોરચા કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.