સુરત ભાઠેનામાં રહેતો મેહુલ નાયડુનું ઘટના સ્થળે કરુણ મોત : મિત્ર સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ હાઈવે ગુંદલાવ બ્રિજ નજીક ગઈકાલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતના બે મિત્રો બાઈક લઈને સુરત તરફ જતા હતા ત્યારે ત્રીજી લાઈનમાં પાર્ક થયેલ ટ્રક સાથે બાઈક ભટકાતા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે સાથી મિત્ર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડાયો હતો.
વલસાડ ગુંદલાવ બ્રિજ નજીક સુરત ભાઠેના વિસ્તારમાં રહેતો મેહુલ નાયડુ અને તેનો મિત્ર વાપી તરફતી તેમની બાઈક નં.જીજે 05 એમવાય 7361 ઉપર સુરત જઈ રહ્યા હતા ત્યારે હાઈવે ઉપર ત્રણ નંબરની લાઈન ટ્રક નં.જીજે 13 વી 4902 પાર્ક કરેલી ઉભી હતી ત્યારે બાઈક ચાલકે ગફલત ભરી હંકારતા બાઈક ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મેહુલ નાયડુનું ઘટના સ્થળે કમકમાટીભર્યું કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ પોલીસે ઘાયલ મિત્રને 108 દ્વારા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથધરી હતી.