December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

સુરત ભાઠેનામાં રહેતો મેહુલ નાયડુનું ઘટના સ્‍થળે કરુણ મોત : મિત્ર સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ હાઈવે ગુંદલાવ બ્રિજ નજીક ગઈકાલે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. સુરતના બે મિત્રો બાઈક લઈને સુરત તરફ જતા હતા ત્‍યારે ત્રીજી લાઈનમાં પાર્ક થયેલ ટ્રક સાથે બાઈક ભટકાતા અકસ્‍માતમાં એક યુવાનનું ઘટના સ્‍થળે કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે સાથી મિત્ર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડાયો હતો.
વલસાડ ગુંદલાવ બ્રિજ નજીક સુરત ભાઠેના વિસ્‍તારમાં રહેતો મેહુલ નાયડુ અને તેનો મિત્ર વાપી તરફતી તેમની બાઈક નં.જીજે 05 એમવાય 7361 ઉપર સુરત જઈ રહ્યા હતા ત્‍યારે હાઈવે ઉપર ત્રણ નંબરની લાઈન ટ્રક નં.જીજે 13 વી 4902 પાર્ક કરેલી ઉભી હતી ત્‍યારે બાઈક ચાલકે ગફલત ભરી હંકારતા બાઈક ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં મેહુલ નાયડુનું ઘટના સ્‍થળે કમકમાટીભર્યું કરુણ મોત થયું હતું. અકસ્‍માત બાદ પોલીસે ઘાયલ મિત્રને 108 દ્વારા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથધરી હતી.

Related posts

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment