December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: પ્રભાત સ્‍કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા ‘‘ડાન્‍સ મેનિઆ” અંતર્ગત ડાન્‍સ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રતિયોગિતામાં શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના બાળકો દ્વારા નારી શક્‍તિને ઉજાગર કરતુ લોકનૃત્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ શ્રેયા પાટીલ, દૃષ્‍ટિ બારહટે અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓ અનુક્રમે અંશિકા મિશ્રા, પૂજા બિશ્નોઈ, પ્રાચી ઝા, જાન્‍વી ભાટકર, નૂપુર બેરા, ચૈતન્‍ય રૈયા, શ્રેયા નાયર, અભિનયા અનિલ કુમાર, અક્ષયા સસી, પ્રિયા ઉપાધ્‍યાયએ ભાગ લઈ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્‍યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીનીઓ તેમજ તેમની માર્ગદર્શક શિક્ષિકાઓ શ્રીમતી પૂનમ નારખેડે અને અભિલા સુજનને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah

દાનહઃ સામરવરણી નહેરમાંથી તણાયેલી બાળકીની લાશ મળી આવી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

Leave a Comment