October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા વલસાડ અને કચ્‍છ જિલ્લામાં લોકો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વેલસ્‍પન ફાઉન્‍ડેશને તેમાં સહયોગી બનીને પોતાના વેલ-પ્રકળતિ પ્રોજેક્‍ટ હેઠળ કચ્‍છ અને વલસાડ જિલ્લાના 40 જેવા ગામોમાં 11,000 વૃક્ષ વાવેતરનું અભિયાન શરુ કરેલ છે. આટલી મોટી સંખ્‍યામાં વૃક્ષ રોપાનું વિતરણ કરવા પાછળનો હેતુ આવનારી નવી પેઢી માટે પર્યાવરણની જાળવણીની સાથે સાથે હરિયાળા અને મજબૂત ભવિષ્‍યના નિર્માણનો છે.
વેલસ્‍પન ફાઉન્‍ડેશનએ વેલસ્‍પન વર્લ્‍ડની ઘ્‍લ્‍ય્‍ અંગે કામ કરતું એકમ છે. જે ગ્રામિણ ભારતના વિવિધ ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસમાટે કામ કરે છે. વેલસ્‍પન ફાઉન્‍ડેશન શિક્ષણ (વેલશિક્ષા), આરોગ્‍ય (વેલસ્‍વાસ્‍થ્‍ય), આજીવિકા (વેલનેત્રુત્‍વ), અને પર્યાવરણ (વેલપ્રકળતિ) પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાની સાથે સાથે માત્ર હિતધારકોને જ નહીં પરંતુ સમાજના એક વિશાળ સમૂહની સેવા કરવાનો પ્રયાસ પણ કરે છે. વેલસ્‍પન ફાઉન્‍ડેશને આ વરસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લઈને આ દિશામાં મજબૂત પહેલ કરી હતી.
સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમ હેઠળ 1973થી પર્યાવરણની સુરક્ષા અને તેના કન્‍ઝર્વેશન માટે 5મી જૂન, 2023ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે, ્નજ્‍ંશ્વર્ફીદ્દયશ્વફૂ થીમ હેઠળ, પર્યાવરણ અને માનવ સુખાકારી વચ્‍ચેના નિર્ણાયક જોડાણને ઉજાગર કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે, સાથોસાથ પર્યાવરણીય સંરક્ષણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્‍યો છે.
વૃક્ષારોપણ કાર્યક્રમ 40 ગામમાં ચાલી રહ્યો છે જેમાં ગ્રામ પંચાયત, શાળા પરિવાર, સખી મંડળો, ખેડૂત અને ગ્રામજનો દ્વારા સામુહિક જગ્‍યાઓ અને ઘરઆંગણે વાવેતર હાથ ધરેલ છે સાથે આ કાર્યક્રમમાં સરકારી એકમો, વેલસ્‍પનના સ્‍વયંસેવકો અને અમલીકરણ વેલસ્‍પન ફોઉન્‍ડેશનની ભાગીદાર સંસ્‍થાઓ પણ સક્રિય ફાળો આપી રહી છે, વેલસ્‍પનફાઉન્‍ડેશન માને છે કે સામુહિક પ્રયાસો અને અર્થપૂર્ણ પગલાંઓ દ્વારા આપણે સૌ સાથે મળીને ભાવિ પેઢી માટે પૃથ્‍વીને બચાવી શકીએ છીએ.

Related posts

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ત્રિ-દિવસીય ‘‘પી.એમ. વિશ્વકર્મા” પ્રદર્શનીનો શુભારંભ

vartmanpravah

સ્‍વ.મંજુબેન દાયમાની 16મી પુણ્‍યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્‍યો

vartmanpravah

Leave a Comment