April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

રેલીમાં ખેતીના સાધનોનું વિતરણ કરાયું : ઘણા સમય પછી કોંગ્રેસના
સ્ટેજ પર નવા ચહેરા દેખાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: 1લી સપ્‍ટેમ્‍બર એટલે ખેડ સત્‍યાગ્રહ જેને કિસાન રેલી કે ઘાસિયા રેલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્‍વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ અને સ્‍વ.ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ દ્વારા 1953 થી શરૂ થયેલ ખેડ સત્‍યાગ્રહ રેલી 14 વર્ષ સુધી સતત આંદોલનો કર્યા બાદ મુઠ્ઠીભર જમીનદારોના શોષણ તથા અત્‍યાચારથી ત્રાહિમામ પોકારી ગયેલ પ્રજાને ખેડે તેની જમીનના સૂત્રો સાથે 14000 એકર જેટલી જમીન સરકાર પાસેથી મેળવી જમીન વિહોણા ખેત મજૂરોને તત્‍કાલીન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના હસ્‍તે જમીનની સનદો આપી ખેત મજૂરોને જમીનોના માલિક બનાવ્‍યા હતા.
આ બંને મહાનુભવોની યાદમાં પહેલી સપ્‍ટેમ્‍બરને ખેડ સત્‍યાગ્રહ તરીકે જાહેર કરી દર વર્ષે 1લી સપ્‍ટેમ્‍બરે કોંગ્રેસ દ્વારા કિસાન ખેડ રેલી, ઘાસિયા રેલી કે ખેડ સત્‍યાગ્રહના શીર્ષક હેઠળ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્‍યામાં ખેડૂતસ્ત્રી, પુરુષો ઉમટી પડી પોતાને જમીન અપાવી ખેડૂત બનાવનારા ભગવાન એવા ઈશ્વરભાઈ તથા ઉત્તમભાઈને યાદ કરી પોતાનું ઋણ અદાકરે છે.
આ વર્ષે પણ વલસાડ જિલ્લા કોંગ્રેસ ખેડ સત્‍યાગ્રહ સમિતિ તથા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉત્તમભાઈના ગામ એવા ડુમલાવ ખાતે આ ખેડ સત્‍યાગ્રહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ ખેડ સત્‍યાગ્રહ સમિતિના દરેક સભ્‍યએ કરેલ વ્‍યસ્‍થિત આયોજનને લઈ ખૂબ મોટી સંખ્‍યામાં આ રેલીમાં લોકો ઉમટી પડી રેલીને સફળ બનાવી હતી.
પરંપરાગત વાજિંત્રો અને ઉત્તમભાઈને પ્રિય એવી લાલ ટોપી પહેરી શરૂ થયેલ આજના આ કાર્યક્રમમાં કોંગ્રેસનો સ્‍ટેજ ઘણા સમય પછી બદલાયેલા ચહેરાઓ સાથે નજરે ચડતા ઉપસ્‍થિત જનમેદની પણ તેમને સાંભળવા સાંજે 4:00 વાગ્‍યા સુધી પોતાના સ્‍થાને બેસી રહ્યા હતા.


કોંગ્રેસ દ્વારા આજના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ ખેડૂત ભાઈ-બહેનોને કુપનો આપી ડ્રો દ્વારા અતિ મહત્‍વના અને મોંઘા એવા સાધનો ફ્રીમાં વિતરણ કરવામાં આવતા આજના આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. સાથે સાથે 4000 જેટલા વિવિધ ફળો તથા અન્‍ય ઝાડોના છોડનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજના આ ખેડ સત્‍યાગ્રહ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઈન્‍દ્રવિજયસિંહ ગોહિલ, માજી કેન્‍દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશના એસ. ટી.સેલ ના પ્રમુખ અને વાંસદાના ધારાસભ્‍યઅનંતભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમાર, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપીનભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત માજી પ્રમુખ સતિષભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, રમેશભાઈ પાડવી, ધીરજભાઈ પટેલ, ઈશ્વરભાઈ તુંમડા, ભાર્ગવ દવે, ખંડુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, જતીનભાઈ, ધીરુભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, મુકેશભાઈ, વસંતભાઈ બરજુલભાઈ પટેલ, અજીતભાઈ, જયશ્રીબેન, પ્રકાશભાઈ, નિમેષભાઈ વશી, ખુશાલ વાંઢુ, રાજુભાઈ, મનહરભાઈ, રમેશભાઈ, કાંતુભાઈ, ચિન્‍ટુભાઈ, રામભાઈ, સુરેશભાઈ રવિભાઈ, ફરહાન બોગા, સાદ બૉગા સહિત અનેક કાર્યકરો તથા ખૂબ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈઓ-બહેનો પધારી આજની આ કોંગ્રેસ પ્રેરિત ખેડ સત્‍યાગ્રહ રેલીને સફળ બનાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં ઉત્તમભાઈના મુખે ગવાયેલ ગીત ‘‘હારે અમે ધરતી ના ખેડૂત જાગ્‍યા કે ખેડે એની જમીન થશે” અને ઈશ્વરભાઈની યાદમાં લખાયેલું ‘‘કેમ કરી ભુલાય ભાઈ તને કેમ કરી ભુલાઈ” ગીત સંભળાવી લોકોને જૂની યાદો યાદ કરવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતિષભાઈ પટેલે જ્‍યારે આભારવિધિ પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

vartmanpravah

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment