Vartman Pravah
વાપી

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
પારડી નેશનલ હાઈવે દમણીઝાંપા નજીક ગુરૂવારે સાંજના રોડ ક્રોસ કરી રહેલા એકરાહદારીને પુરઝડપે આવી રહેલા ડમ્‍પર ટ્રકે ટક્કર મારી હતી. ઘાયલ ઈસમને તાત્‍કાલિક 108 દ્વારા વલસાડ સિવિલ હોસ્‍પિટલામં સારવાર માટે ખસેડાયો હતો.
પારડી નેશનલ હાઈવે દમણીઝાંપા પુલ નજીક આજે સાંજના એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે ડમ્‍પર ટ્રક નં.જીજે 21 ડબલ્‍યુ 0300ના ચાલકે જોરદાર ટક્કર મારી દીધી હતી.
અકસ્‍માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્‍કાલિક પ્રથમ પારડી અને ત્‍યારબાદ વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્‍માત કરીને ડમ્‍પર ચાલક ટ્રકને ઘટના સ્‍થળે છોડી ફરાર થઈ ગયો હતો. પારડી પોલીસે અકસ્‍માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

Leave a Comment