Vartman Pravah
ગુજરાતનવસારી

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: આજરોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ખાતે ભારતીય કળષિઅનુસંધાન પરિષદના 93માં સ્‍થાપના દિનની ઉજવણી કળષિ યુનિવર્સિટી દ્વારા વૃક્ષારોપણ તેમજ ખેડૂત શિબિર યોજીને કરવામાં આવી હતી. આ અવસરે નવસારી કળષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઝેડ.પી.પટેલ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવસારી કળષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ઝેડ.પી.પટેલે જણાવ્‍યું હતું કે, દેશની કળષિ લગત સંસ્‍થામાં ભારતીય કળષિ અનુસંધાન પરિષદ પાયાની સંસ્‍થા છે. આઈ.સી.એ.આર.દ્વારા કળષિ વિષયક માર્ગદર્શન અને સુચનો થતાં હોય છે. કળષિ યુનિવર્સીટીના દ્વાર હંમેશા વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે ખુલ્લા રહે છે. નાના સીમાંત ખેડૂતો ખેતી થકી આર્થિક રીતે પગભર કઈ રીતે થાય તે માટે કળષિ યુનિવર્સીટી કાર્યરત છે. ખેતીમાં વધુમાં વધુ ઉત્‍પાદન અને વધુ નફો મળે તે માટે સંશોધનો કરવામાં આવે છે. ખેતી સાથે પુરક વ્‍યવસાય તરીકે પશુપાલનને અપનાવવા કુલપતિશ્રી પટેલે ખેડૂત ભાઇબહેનોને અનુરોધ કર્યો હતો.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્‍યું હતું કે, કળષિ અને પશુપાલન વ્‍યવસાયમાં મહિલાઓને સિંહફાળો રહે છે. મૂલ્‍યવર્ધિત ખેતી દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ રહી છે. કળષિ વૈજ્ઞાનિકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે તેનો મહત્તમ ઉપયોગ કરી ખેતીઅને પશુપાલનના વ્‍યવસાયમાં વધુમાં વધુ ઉત્‍પાદન મેળવી વધુ ઉપાર્જન મેળવવા અનુરોધ કર્યો હતો. આ અવસરે વિસ્‍તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટીમ્‍બડીયાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું અને આભારવિધિ ડો. સુમિત સાલુંકેએ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું તથા કળષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીપાકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને ખેતીલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અબ્રામા ગામના સરપંચશ્રી શૈલેષભાઇ પટેલ તેમજ ગ્રામજનો તથા ખેડૂત ભાઈ/બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment