January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

રૂા. 10 લીટરના ભાવે મળતુ 350 લીટર જીવામૃત જાતે બનાવી ખેડૂતોને આપ્‍યું સાથે તેની પધ્‍ધતિ અને મહત્‍વ પણ સમજાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લામાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતીની પહેલ કરનાર ઉમરગામ તાલુકાના અંકલાસ ગામના ખેડૂત હસમુખભાઈ ભંડારી પોતે તો પ્રાકૃતિક ખેતી કરી જ રહ્યા છે પરંતુ અન્‍ય લોકો પણ પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે શિબિર અને તાલીમ કાર્યક્રમોમાં જઈ પ્રસાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પ્રાકૃતિક ખેતીના રિલ્‍સ પણ બનાવી યુવા પેઢીને પણ પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપી રહ્યા છે. પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વધે તે માટે તેમણે નવી પહેલ કરી છે. આસપાસના ગામના લોકોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કરી રહ્યા છે. તેમણે પોતાના ખેતરમાં બનાવેલું 800 લીટર જીવામૃતમાંથી 350 લીટર નગવાસ, અંકલાસ, ભીલાડ, નરોલી, ખરડપાડા અને કનાડી ગામના ખેડૂતોને ફ્રીમાં વિતરણ કર્યુછે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા કિચન ગાર્ડન બનાવવા અને જીવામૃત બનાવવાની પધ્‍ધતિ સમજાવી તેનું મહત્‍વ પણ સમજાવ્‍યું હતું. ખેડૂત હસમુખભાઈએ જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ગામે ગામના ખેડૂતોને જાગૃત કરી રહ્યો છું. જેના ભાગરૂપે જીવામૃતનું નિઃશૂલ્‍ક વિતરણ કરુ છું. બજારમાં આ જીવામૃત રૂા. 10 લીટરના ભાવે મળે છે. લોકોને નિરોગી ખોરાક મળે અને તંદુરસ્‍ત રહે તે જ મારૂ લક્ષ્ય છે. રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીમાંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને તેમના હરિયાળા સ્‍થિત પ્રાકૃતિક ખેતીના ફાર્મની પણ મુલાકાત કરી હતી.

Related posts

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

Leave a Comment