September 12, 2026
Vartman Pravah
ગુજરાત

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: નવસારી જિલ્લામાં બહુમતી વસ્‍તી આદિવાસીઓની હોય જિલ્લાને આદિવાસી જિલ્લો પણ કહેવાય છે. રસીકરણની શરૂઆતમાં આદિવાસીઓમાં રસી વિષે ગેરસમજ અને અણગમો હતો અને અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓને કારણે રસી મુકાવતા ન હતાં હવે પાસું પલટાય ગયું છે. 5 ગામડાઓએ 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સિદ્ધિ મેળવવામાં ગામના સરપંચ,શિક્ષકો, આંગણવાડી વર્કરો, આરોગ્‍ય કર્મીઓ તથા ઉચ્‍ચ અધિકારીઓનું માર્ગદર્શન અને અથાગ પરિશ્રમ છે.
નવસારી તાલુકાનું પરતાપોર ગામ, ચીખલી તાલુકાનું બારોલીયા ગામ આજે 100 ટકા વેક્‍સિનેશન આ ઉપરાંત વાંસદા તાલુકાના કેલીયા ગામ 9 જુલાઈએ, ગણદેવી તાલુકાના મોહનપુર ગામ અને જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામ-6 જુલાઈએ બન્‍યું 100 ટકા વેક્‍સિનેટેડ, 15 જુલાઈના રોજ નવસારી તાલુકાના પરતાપોર ગામમાં 450 લોકોનું રસીકરણ પૂર્ણ થયું, જ્‍યારે ચીખલી તાલુકાના બારોલીયા ગામે 1459 લોકોનું રસીકરણ પૂર્ણ, વાંસદા તાલુકાનું કેલીયા ગામ જ્‍યાં 1664ની વસ્‍તી પૈકી રસીકરણ માટે પાત્ર 1104 લોકોએ રસી મુકાવી. ગણદેવી તાલુકાનું મોહનપુર ગામ જ્‍યાં રસીકરણ માટે પાત્ર 868 લોકોએ રસી મુકાવી.
જલાલપોર તાલુકાનું ભૂતસાડ ગામ જ્‍યાં રસીકરણ માટે પાત્ર 465 લોકોએ રસી મુકાવી. ભૂતસાડ ગામે 60 ટકા વસ્‍તી હળપતિ લોકોની છે ત્‍યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી કોરોનાની રસી પ્રત્‍યે જાગૃતિનો અભાવ હતો આ કિસ્‍સામાં ઉપ પ્રમુખ શ્રી ભૂતસાડ અને મેડિકલ ઓફિસર શ્રી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને ટીમે રસીકરણ અંગે જાગૃતિ ફેલાવી 100 ટકા વેક્‍સિનેશનની સિદ્ધિ હાંસલ કરી જે બિરદાવવાને પાત્રછે.

Related posts

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

Leave a Comment