Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

મલાવની મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રા. લિ. કંપનીએ આદિવાસીની જમીન પર કરેલા ગેરકાયદેસર કબજા સામે ચાલુ કરેલી તપાસમાં અધિકારીઓની ઢીલી નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ તાલુકામાં ચૂંટાયેલા પ્રતિનિધિ કમ ભૂમાફિયા એમ બેવડી ભૂમિકામાં ફરજ અદા કરતા અને આદિવાસીઓનો હિતેચ્‍છુ હોવાનો ઢોંગ કરતા રાજકારણીઓના કારણે આદિવાસીઓને ન્‍યાય મળવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. ઉમરગામ તાલુકાના મલાવ ખાતે મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આદિવાસી અરજદાર શ્રી ઠાકુરભાઈ છોટુભાઈ ધોડીની જમીન સર્વે નંબર 64 પૈકી 3 જુનો (સર્વે નંબર 476 નવો) પર દિવાલ બનાવી બિનઅધિકળત રીતે દબાણ કરી કબજે કરેલ છે. આ કંપની સામે ગ્રામ પંચાયત મલાવ દ્વારા નોટિસ ફટકારી બિનઅધિકળત રીતે કરેલ દબાણ દૂર કરવા જણાવ્‍યું હતું. પરંતુ કંપનીના માલિક અનેસંચાલકોને રાજકીય પીઠબળ મળી રહેલું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. જેના કારણે ગ્રામ પંચાયતની નોટિસને દર કિનાર કરવામાં આવી હતી. ત્‍યારબાદ ગત તારીખ 12/5/22 ના રોજ આ ઘટનાની ફરિયાદ લેન્‍ડ ગ્રેબિંગ એકટ હેઠળ કલેકટરશ્રીના દરબારમાં કરવામાં આવી હતી. અને ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ પ્રારંભ કરવામાં આવી છે. હાલમાં આ ઘટના મામલતદાર કચેરીએ તપાસ સાથે આવતા સર્કલ ઓફિસર દ્વારા સ્‍થળ નિરીક્ષણ, પંચ કેસ અને અરજદારોના નિવેદન સહિતની કામગીરી કરવામાં આવશે. જેના માટે મામલતદાર કચેરીએથી સર્કલ ઓફિસર દ્વારા અરજદાર શ્રી ઠાકોરભાઈ છોટુભાઈ ધોડીને નોટિસ પાઠવી મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્‍યું છે અને આ નોટિસ બાદ અરજદાર શ્રી ઠાકુરભાઈ છોટુભાઈ ધોડી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની બે વખત રૂબરૂ મુલાકાત કરી આવ્‍યા છે પરંતુ સર્કલ ઓફિસરને ચૂંટણીના કામનું ભારણ હોવાનું જણાવી પરત મોકલી આપવામાં આવ્‍યા છે. હવે સર્કલ ઓફિસર આ ઘટનામાં તપાસની કાર્યવાહી કયારે પ્રારંભ કરશે એ જોવું રહ્યું.
મલાવ ખાતે કાર્યરત મચ્‍છરે રેફ્રિજરેટર પ્રોડક્‍ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ બાંધકામની પરવાનગી માટે ગ્રામ પંચાયત કચેરીમાં જરૂરી ડોકયુમેન્‍ટસ રજૂ કરેલા નથી જેનામાટે ગ્રામ પંચાયત દ્વારા પણ નોટિસ કરવામાં આવેલી છે. આ ઉપરાંત મચ્‍છરે રેફ્રિજરેટર પ્રોડક્‍ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ નગર આયોજન અને મૂલ્‍યાંકન ખાતું નગર નિયોજકની કચેરી વલસાડ ખાતે ઉદ્યોગ હેતુ માટેના રિવાઈઝ લે-આઉટ પ્‍લાનમાં પ્રાવેધિક અભિપ્રાય માટે કરેલ અરજીમાં રજૂ કરેલ નકશામાં અરજદારની માલિકીનો સર્વે નંબર દ્રશ્‍યમાન થતો હોવાનું સામે આવી રહ્યું છે. જ્‍યારે આ સર્વે નંબરની માલિકી તરીકે અરજદાર શ્રી ઠાકુરભાઈ છોટુભાઈ ધોડી સહિત એમના પરિવારના 15 સભ્‍યોના નામો ખાતેદાર તરીકે નોંધાયેલા છે. આમ આ સમગ્ર ઘટનામાં અરજદાર અને એમના ખાતેદારોને અન્‍યાય થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્‍યારે તપાસ કરનાર અધિકારીઓએ આદિવાસીઓને ન્‍યાય અપાવવા માટે કાર્યવાહીમાં વેગ આપવાની આવશ્‍યકતા જણાઈ રહી છે. આ સમગ્ર પ્રકરણમાં વાઈટ કોલર ભુમાફીયાઓ આદિવાસીઓને ધાકધમકીથી દબાણવસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Related posts

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

Leave a Comment