June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આજે શાળામાં શિસ્‍તતા જળવાય અને બાળકો પોતાનીજવાબદારી સમજે એ હેતુથી વિદ્યાર્થીઓ માટે વિવિધ પદની વરણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્‍ડલ દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ત્‍યારબાદ બાળકો દ્વારા મંગલમય પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્‍યું હતું. શાળાના હેડબોય તરીકે વ્‍યંકટેશ વિશ્વનાથ પગારે અને આસિસ્‍ટન્‍ટ હેડબોય તરીકે રિગ્‍વેદ બંસગોપાલ મિશ્રા જ્‍યારે હેડગર્લ તરીકે અંશિકા મિશ્રા અને આસિસ્‍ટન્‍ટ હેડગર્લ તરીકે તનુશ્રી આચાર્યની નિમણૂક કરવામાં આવી હતી. શાળાના હાઉસ કેપ્‍ટન તરીકે આકાશ હાઉસ કેપ્‍ટન આયુષ ચૌહાણ અને વાઈસ કેપ્‍ટન એલન એબે, અગ્નિ હાઉસ કેપ્‍ટન તરીકે પ્રાચી ઝા વાઈસ કેપ્‍ટન ગણેશ દેસાલે, પવન હાઉસ કેપ્‍ટન તરીકે મિશાલ રાય વાઈસ કેપ્‍ટન પાર્થ શુકલા તેમજ પૃથ્‍વી હાઉસ કેપ્‍ટન તરીકે મોનિકા શર્મા અને વાઈસ કેપ્‍ટન તરીકે દિયા ભંડેરીની નિમણૂંક કરવામાં આવી હતી. જ્‍યારે સ્‍પોર્ટસ કેપ્‍ટન તરીકે શિવા રાવત અને રિંકુ સીંગની નિમણૂંક કરવામાં આવી હતી. શાંતિ અધિકારી તરીકે અનિષા તિવારી, વેદાંત દામા, કુશલ શર્મા, રિતુરાજ સિંગ, અમરજીત ચૌધરી, જ્‍યોતિ શેખાવત, દૃષ્‍ટિ પટેલ, કોમલ અહિરે, પાર્થ મિશ્રા, દિવ્‍યમ યાદવની નિમણૂંક કરવામાં આવી હતી. ત્‍યારબાદ શાળાના આચાર્યા શ્રીમતી બીનીપૌલે નવાનિમણૂંક પામેલ વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ કરાવડાવી શાળામાં શિસ્‍તતા અને શાળા દ્વારા સોંપાયેલ જવાબદારી માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન બાળકો એમનું સંપૂર્ણ યોગદાન આપે તેવી આશા વ્‍યક્‍ત કરી અને સૌને શાળાના મેનેજમેન્‍ટ અને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

Leave a Comment