October 25, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: યોગ પ્રત્‍યે સૌ જાગૃત બને વધુમાં વધુ યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે એ હેતુથી આંતરરાષ્‍ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ વહેલી સવારે શાળાના પટાંગણમાં યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યોગ ટ્રેનર શ્રીમતી શીતલ દેસાઈની આગેવાની હેઠળ શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ, શાળાના શિક્ષક ભાઈ-બહેનો અને સમગ્ર વિદ્યાર્થીગણોએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે યોગનુ મહત્‍વ સમજાવી જણાવ્‍યુ કે, માનસિક અને શારીરિક રીતે સ્‍વસ્‍થ રહેવા માટે યોગ ખૂબજ જરૂરી છે. યોગ દ્વારા જ સ્‍વાસ્‍થ્‍ય, બૌદ્ધિક જાગૃતિ, માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. સારુ સ્‍વાસ્‍થ્‍ય જ સંપૂર્ણ સુખોનો આધાર છે. અંતે શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળાના મેનેજમેન્‍ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

Leave a Comment