(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: યોગ પ્રત્યે સૌ જાગૃત બને વધુમાં વધુ યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે એ હેતુથી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ વહેલી સવારે શાળાના પટાંગણમાં યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર શ્રીમતી શીતલ દેસાઈની આગેવાની હેઠળ શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ, શાળાના શિક્ષક ભાઈ-બહેનો અને સમગ્ર વિદ્યાર્થીગણોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે યોગનુ મહત્વ સમજાવી જણાવ્યુ કે, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ ખૂબજ જરૂરી છે. યોગ દ્વારા જ સ્વાસ્થ્ય, બૌદ્ધિક જાગૃતિ, માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. સારુ સ્વાસ્થ્ય જ સંપૂર્ણ સુખોનો આધાર છે. અંતે શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળાના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
