July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

< પ્રથમ દિવસે રમાયેલ બોયઝ અંડર-15 અને અંડર-17 બંને સ્‍પર્ધામાં દાનહનો દમણ-દીવ સામે વિજય > અંડર-15 બોયઝમાં દાનહનો દમણ સામે 2-0થી અને અંડર-17 બોયઝમાં 4-0થી ભવ્‍ય વિજય જ્‍યારે અંડર-17 ગર્લ્‍સમાં દમણનો દાનહ સામે થયેલો વિજય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગ, દમણ દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં ભાગ લેવા પસંદગી માટે યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી.ના માર્ગદર્શનમાં અને યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા સ્‍તરે વિજેતા બનેલ ટીમો જેમાં બોયઝ અંડર-17 અને અંડર-17 તેમજ ગર્લ્‍સ સ્‍કૂલ ફૂટબોલ સ્‍પર્ધા માટે સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન 1લી જુલાઈથી 4 જુલાઈ, 2024 સુધી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ પર કરવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન ભારતના વાયુસેના અધ્‍યક્ષ શ્રી સુબ્રોતો મુખરજીની યાદમાં સુબ્રોતો મુખરજી સ્‍પોર્ટ્‍સ સોસાયટી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આ ટુર્નામેન્‍ટ દેશમાં જુનિયર શ્રેણીની મહત્‍વની ટુર્નામેન્‍ટ છે. સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં વિજેતા ટીમ રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રતિનિધિત્‍વ કરશે. સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટના આજે બીજા દિવસે
બોયઝ અંડર-15માં દાદરા નગર હવેલી અને દમણ વચ્‍ચે રમાઈ હતી જેમાં દાદરા નગર હવેલીએ દમણને 2-0થી હાર આપી હતી. જેમાં દાનહ તરફથી સુશીલ સંજયે અને સની વિજય 1-1 ગોલ કર્યો હતો. જ્‍યારે બોયઝ અંડર-17માં પણ દાદરા નગર હવેલીએ દમણ વિરૂદ્ધ 4-0 શાનદાર જીત હાંસલ કરી હતી. જેમાં દાદરા નગર હવેલી તરફથી સચિનદેવજીએ 3 ગોલ અને સજ્જન મગજીએ 1 ગોલ કરી જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.
અંડર-17 ગર્લ્‍સની સ્‍પર્ધામાં દમણે દાદરા નગર હવેલીને 2-0થી હાર આપી હતી. જેમાં દમણ તરફથી રમતા ટીના સુધીર અને સંસ્‍કૃતિ પાણિગૃહીએ 1-1 ગોલ કર્યો હતો.
સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવા માટે યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા ખેલ સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડ, શ્રી મહેશ પટેલ, વિભાગના ફૂટબોલ કોચ શ્રી સોહિલ અને શ્રી અલ્‍તમશ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

Related posts

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

રાજય સરકારના પોષણ અભિયાનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરે કરેલી દાવેદારી

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

vartmanpravah

Leave a Comment