Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત શરૂ થનારી નર્સિંગ કોલેજથી વિદેશમાં કારકિર્દી ઘડવા ઈચ્‍છતી કન્‍યાઓને મળનારી સોનેરી તક : કેરલાની મોનોપોલી ઉપર લાગનારી બ્રેક
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.17
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કવરતી ટાપુની મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કર્યુ હતું. ‘મિશન લક્ષદ્વીપ’ને કામિયાબ બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનિયમિત સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ રહ્યા છે અને ત્‍યાંના જીવન ધોરણને ઊંચુ લાવવા માટે પ્રશાસનિક કવાયત તેજ કરાઈ છે.
લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત ઉચ્‍ચ શિક્ષણના દ્વાર ખોલવાની પહેલ નર્સિંગ કોલેજથી કરાઈ રહી છે. નર્સિંગ કોલેજનો આરંભ થવાથી લક્ષદ્વીપની નર્સની તાલીમ પામેલી કન્‍યાઓ માટે પોતાની કારકિર્દી વિદેશમાં ઘડવાની પણ ઉત્તમ તક પેદા થશે. અત્‍યાર સુધી નર્સિંગના વ્‍યવસાયમાં કેરલાની મોનોપોલી હતી.જે લક્ષદ્વીપમાં નર્સિંગ કોલેજના આરંભથી તૂટશે. જેનો લાભ લક્ષદ્વીપવાસીઓને ભરપૂર મળવાની સંભાવના છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કવરતી ખાતે પણ માળખાગત સુવિધાની સાથે અન્‍ય કાર્ય યોજનાની બાબતમાં આજે આગમન સાથે જ અધિકારીઓના ક્‍લાસ લેવાનો પણ પ્રારંભ કરી દીધો હોવાની જાણકારી મળી રહી છે.

Related posts

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

Leave a Comment