ઉદવાડાની શાંતાબા સ્કૂલ 42 અંક પ્રાપ્ત કરી બની ચેમ્પિયન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02: 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં નુમા ઇન્ડિયા યોગ કમીટિ-દમણ દ્વારા બીજા નુમા યોગાસન પ્રીમિયર લીગ-2024નું આયોજન ગત તા.30મી જૂન, 2024ના રોજ બેડમિન્ટન હોલ, મોટી દમણ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વિવિધ 17 જેટલી શાળાઓના 200 જેટલા યોગા સ્પર્ધકોએ આનંદ-ઉત્સાહથી ભાગ લીધો હતો. વાય.પી.એલ.-2024માં ઉદવાડા ખાતેની શાંતાબા સ્કૂલ ચેમ્પિયન બની હતી, જેને 42 અંક પ્રાપ્ત કર્યા હતા. સ્પર્ધામાં વિવિધ વય શ્રેણીમાં શ્રેષ્ઠ પાંચ દેખાવ કરનારા યોગ સ્પર્ધકોને ટ્રોફી અને યોગ્યતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. અન્ય તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર, પ્રશંસા મેડલ અને સ્મૃતિભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે નુમા ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી આકાશ ઉદેશીએ જણાવ્યું હતું કે, સ્પર્ધકો દ્વારા વિવિધ યોગાસનોનું ખુબ જ શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક રાષ્ટ્રીય ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટેનુમા સેક્રેટરી શ્રી અર્જુન ઉદેશી, ચેમ્પિયનશીપ ઓફિશિયલ જજ રીના દમણિયા, શ્રી પાર્થ પારડીકર, સ્નેહા જરીવાલા, રિચા વર્મા, શ્રી આદર્શ પટેલ, શ્રી અમલેશ ભોષ, બાલ ભવન યોગ ટ્રેનર અને નેશનલ જજ નિકિતા ઉદેશી અને નુમા ઇન્ડિયાના સક્રિય સભ્ય/વોલિન્ટિયર્સ શ્રેયા, રાગિની, બંટી, શ્રેયા, સૂરજ, પ્રતિભા અને જૂહીનો મુખ્ય ફાળો રહ્યો હતો.