December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવાપી

નાની દમણ ઝાંપાબાર સ્‍થિત તનિષ્‍કા જ્‍વેલરી દુકાનમાં 90 લાખના દાગીનાની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : નાની દમણ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના ઝાંપાબારમાં આવેલી તનિષ્‍કા જ્‍વેલર્સની દુકાનમાંથી ચોરોએ આશરે રૂા.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્‍યા ચોરાટાઓ ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના અંગે દુકાન માલિકે પોલીસને જાણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાની દમણના ઝાંપાબારમાં તનિષ્‍કા નામની જ્‍વેલરીની દુકાન આવેલી છે. દુકાન માલિક રાકેશ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયો હતો. સવારે જ્‍યારે શટર ઊંચું કરવામાં આવ્‍યું ત્‍યારે દુકાનની પાછળનીદિવાલ તૂટેલી જોવા મળી હતી તેથી ચોરટાઓએ દુકાનની દિવાલ તોડી અંદર પ્રવેશ કર્યો હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. દુકાનની અંદર રાખેલી તિજોરી તોડી તેમાં રાખેલા અંદાજે રૂા.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું ખબર પડી હતી. આ ઘટનાની જાણ થતાં નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ વિશાલ પટેલ સવારે તેમની ટીમ સાથે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા અને દુકાન માલિકની પૂછપરછ કરી હતી ત્‍યારબાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

Leave a Comment