October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

ડો. પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાએદાદરા નગર હવેલીના મધ્‍યમ સ્‍તરના ઉત્‍પાદન ઉદ્યોગો પર વિશ્વકક્ષાની ઉત્‍પાદન પ્રથાની અસરનો વિશ્‍લેનાત્‍મક અભ્‍યાસના વિષયમાં રજૂ કરેલો પોતાનો શોધ નિબંધ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 
સેલવાસની એસ.એસ.આર.કોલેજમાં પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવતા શ્રી ભડા મોહમ્‍મદ બિલાલ અબુબકરને તેમના શોધનિબંધ ‘દાદરા નગર હવેલીના મધ્‍યમ સ્‍તરના ઉત્‍પાદન ઉદ્યોગો પર વિશ્વકક્ષાની ઉત્‍પાદન પ્રથાની અસરનો વિશ્‍લેનાત્‍મક અભ્‍યાસ’ને સાવિત્રીબાઈ ફૂલે પૂને યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.ની. ડીગ્રી માટે માન્‍યતા આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડો.મોહમદ બિલાલ અબુબકર ભડાએ કરેલા સંશોધન અભ્‍યાસ અને તેના તારણો પીઆર કંપનીઓની શ્રેષ્‍ઠ પદ્ધતિઓ શીખવા અને બેચ માર્ક કરવા તથા વ્‍યક્‍તિગત પરિણામો ઉપર આત્‍મનિરીક્ષણ કરવા માટે ઉદ્યોગોને ઉપયોગી રહેશે. તેથી દાદરા નગર હવેલી ક્ષેત્રમાં પસંદગીના ઔદ્યોગિક એકમોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્‍યું છે. દાદરા નગર હવેલીના ઔદ્યોગિક ઝોનમાં વૈશ્વિક સ્‍તરની પદ્ધતિ અને ટેકનીકોના કોઈપણ પી.એચ.ડી.થીસીસ અને પ્રયોગમૂલક સંશોધન અત્‍યાર સુધી થયું નથી તેથી એસ.એસ.આર. કોલેજના પ્રા.ડો.મોહમદ બિલાલ અબુબકર ભડાએ આ ક્ષેત્રમાં કરેલું સંશોધન પ્રથમ છે. તેમણે પોતાના શોધ નિબંધમાં મધ્‍યમ પાયે ઉદ્યોગ, શૈક્ષણિકસાહિત્‍ય, સમાજ અને સરકારની ભૂમિકાનો પણ તુલનાત્‍મક અભ્‍યાસ કર્યો છે.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment