September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અનાવલ સબ ડિવિઝનના તાબામાં આવતા સારવણી ગામના નવાનગર સ્‍થિત વિજકંપનીનું ટ્રાન્‍સફોર્મર બુધવારના રોજ સવારના સમયે સ્‍ટેન્‍ડ પરથી સરકી અધ્‍ધર લટકી જતા સાથે ફોલ્‍ટ સર્જાતા નવાનગર અને કોલા ફળિયામાં વીજળી ડુલ થઈ જવા પામી હતી તો બીજી તરફ ટ્રાન્‍સફોર્મર અધ્‍ધર લટકતા અકસ્‍માતનો ભય ફેલાયો હતો. આ ઉપરાંત આ ટ્રાન્‍સફોર્મર સ્‍થિત ફયુઝ બોક્ષ લાંબા સમયથી ખુલ્લી હાલતમાં હોવા સાથે ફયુઝ જ પણ જોવા મળ્‍યું ન હતું.
ઉપરોક્‍ત ટ્રાન્‍સફોર્મર અને ફયુઝ બોક્ષ અંગે સ્‍થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં વીજ કંપનીના જવાબદારો દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવતા ટ્રાન્‍સફોર્મર નીચે પડી જવાના આરે પહોંચી ગયું હતું. વધુમાં સ્‍થાનિક આગેવાન દ્વારા જાણ કર્યાના કલાકો બાદ પણ વીજ કંપનીના કોઈ કર્મચારી ન ફરકતા સ્‍થાનિકોમાં રોષ ફેલાવા પામ્‍યો હતો. ટ્રાન્‍સફોર્મર અધ્‍ધર લટકવા સાથે ખુલ્લા ફયુઝ બોક્ષની સ્‍થિતિમાં અજાણતામાં કોઈ નજીકથી પસાર થાય તો અકસ્‍માત પણ સર્જાઈ શકે તેવી સ્‍થિતિમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોનીસલામતી સાથે પૂરતો વીજ પુરવઠો નિયમિત મળે તે વિજકંપનીના જવાબદારો દ્વારા સુનિヘતિ કરવામાં આવે તે જરૂરી છે.

વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા જ નથી
સારવણીના અગ્રણી સુનિલભાઈના જણાવ્‍યાનુસાર નવાનગરમાં ટ્રાન્‍સફોર્મર આ એ ફયુઝ વિનાના ખુલ્લા ફયુઝ બોક્ષ બાબતે વિજકંપનીના કર્મચારીનું અવાર નવાર ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. તેમ છતાં મરામત કરાઈ ન હતી. અને આજે ટ્રાન્‍સફોર્મર અધ્‍ધર થઈ જવા સાથે વીજળી ડુલ થતા તે અંગેની જાણ કર્યાં ને લાંબો સમય વીતવા છતાં કોઈ આવ્‍યું ન હતું.

ઝુલતા ટ્રાન્‍સફોર્મરના ફોટા મળ્‍યા છેઃ નાયબ ઈજનેર
ડિજીવીસીએલ અનાવલ સબ ડિવિઝનના નાયબ ઈજનેરના જણાવ્‍યાનુસાર સારવણી ગામના ટ્રાન્‍સફોર્મરના ફોટા મળ્‍યા છે. મરામત માટે કોન્‍ટ્રાકટરને સૂચના આપી છે. સાંજ સુધીમાં ચાલુ થઈ જશે. ફયુઝ બોક્ષ બાબતે મારી સુધી રજુઆત આવી નથી. પરંતુ તે પણ યોગ્‍ય કરી દેવામાં આવશે.

Related posts

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્‍ગ્‍યુ રોગને ફેલાતો અટકાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

Leave a Comment