October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્‍ત ધાન્‍ય આપવાનું પુણ્‍ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો

વલસાડ જિલ્લા આત્‍મા પ્રોજેક્‍ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી પહોંચી પ્રાકળતિક ખેતીનો મહિમા સમજાવ્‍યો

ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્‍લસ્‍ટર એમ કુલ 39 ક્‍લસ્‍ટર બનાવ્‍યા, જ્‍યારે ચાલુ વર્ષે 5 ગ્રામ પંચાયત એક ક્‍લસ્‍ટર એમ જિલ્લામાં કુલ 79 ક્‍લસ્‍ટર બનાવ્‍યા

સંકલનઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા રાજ્‍યભરમાં પ્રાકળતિક ખેતીને પ્રોત્‍સાહન આપવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્‍યારે વલસાડ જિલ્લામાં આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ ખેતર ખેતર સુધી પહોંચે અને તેનો પ્રાકળતિક ખેતીનો પાક ઘર ઘર સુધી પહોંચે તે માટે પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત ગત વર્ષમાં જિલ્લામાં 3196 તાલીમ કાર્યક્રમો યોજી 92326 ખેડૂતોને પ્રાકળતિક ખેતીની માહિતી આપી ખરા અર્થમાં ખેડૂતોને ‘જગતના તાત’ બનાવવા માટે બીડું ઝડપ્‍યું છે.
રાજ્‍ય સરકાર દ્વારા પ્રાકળતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાઅમલમાં છે. જે યોજના મુજબ દર મહિને એક દેશી ગાય દીઠ 900 રૂપિયા નિભાવ ખર્ચ આપવામાં આવે છે, જે સંદર્ભે વલસાડ જિલ્લામાં અંદાજિત 3000 દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રતિમાસ 900 રૂપિયા દીઠ સહાય આપવામાં આવી રહી છે. વર્ષ 2023-24 દરમિયાન વલસાડ જિલ્લામાં 18449 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્‍યા છે, જેઓ તેમની અંદાજે 19277 એકર જમીનમાં હાલ પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેર મુક્‍ત ધાન્‍ય આપવાનું પુણ્‍ય કાર્ય રહ્યા છે. ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્‍લસ્‍ટર એમ કુલ 39 ક્‍લસ્‍ટર બનાવી પ્રાકળતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી, જે ચાલુ વર્ષે સૂક્ષ્મ આયોજન કરી 5 ગ્રામ પંચાયત એક ક્‍લસ્‍ટર એમ જિલ્લામાં કુલ 79 ક્‍લસ્‍ટર બનાવી પ્રાકળતિક ખેતીની માહિતી આપવામાં આવી રહી છે.
હાલ ખરીફ ઋતુ ચાલી રહી હોય ખરીફ ઋતુ દરમિયાન જિલ્લામાં દરેક પંચાયત આવરી લઈ 1560 જેટલી તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાંથી 350 જેટલી તાલીમ જૂન મહિનામાં પૂરી કરવામાં આવી છે અને જુલાઈ મહિનામાં 600 ઉપરાંત તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં દરેક પંચાયતને આવરી લેવાના પ્રયત્‍ન કરવામાં આવી રહ્યા છે.
ચાલું વર્ષે રાજ્‍ય સરકાર દ્વારા પ્રાકળતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનીયોજના અમલગગગમાં મૂકી છે જે થકી જે ખેડૂતો પાસે દેશી ગાય ન હોય તો તેઓ ગૌશાળા તેમજ ખેડૂત ગ્રુપો દ્વારા બનાવેલા જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકળતિક ખેતી કરી શકે છે. જે સંદર્ભે વલસાડ જિલ્લામાંથી વલસાડ તાલુકાના કોચવાડા ગામના ખેડૂત હરેન્‍દ્રસિંહ ઠાકોરને રાજ્‍યકક્ષાનો એવોર્ડ પણ એનાયત કરાયો છે જે જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત છે. વલસાડ જિલ્લા આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા પ્રાકળતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકળતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્‍ન કરવામાં આવી રહ્યા છે. જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે.

ગત વર્ષે 86 મોડલ ફાર્મ બનાવાયા, ચાલું વર્ષે 90 નવા ફાર્મ બનાવશે, મોડલ ફાર્મ માટે ખેડૂતોને મળે છે રૂા.18000ની સહાય

વલસાડ જિલ્લા આત્‍માના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરશ્રી ડી.એન.પટેલે જણાવ્‍યું કે, વલસાડ જિલ્લાના ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય અને તે દરમિયાન તેઓને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તેઓ સરળતાથી માર્ગદર્શન મેળવી શકે તે માટે આત્‍મા પ્રોજેકટ દ્વારા વલસાડ જિલ્લામાં ગત વર્ષમાં 86 જેટલા મોડલ ફાર્મ બનાવવામાં આવ્‍યા છે જ્‍યાં ખેડૂતો પ્રાકળતિક ખેતીની પ્રત્‍યક્ષદર્શી માહિતી મેળવી રહ્યા છે. હાલ ચાલું વર્ષ દરમિયાન અંદાજિત 90 નવા મોડલફાર્મ બનાવવા માટે ખેડૂતોને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે. જેના પર નજર કરીએ તો રૂા. 2000ની મર્યાદામાં સીમેન્‍ટ ક્રોન્‍ક્રીટનું સ્‍ટ્રક્‍ચર બનાવવા, રૂા. 2000ની મર્યાદામાં બિયારણ ખરીદી, ઘનજીવામૃત અને જીવામૃત બનાવવા માટે રૂા. 2000ની મર્યાદામાં ડ્રમ અને પ્રાકળતિક ખેતી મોડલ ફાર્મનું 1 સાઈનિંગ બોર્ડ માટે રૂા. 5000 અને અન્‍ય પ્રોત્‍સાહન મળી કુલ રૂા. 18000ની સહાય આપવામાં આવી રહી છે.

Related posts

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

સંઘપ્રદેશના કાયદા અને ન્‍યાય વિભાગ દ્વારા ફોજદારી બાબતોમાં તપાસ પ્રક્રિયાને લગતા સંબંધિત પાસાઓના સંદર્ભમાં યોજાઈ પ્રથમ સફળ કાર્યશાળા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

Leave a Comment