વલસાડઃ૦૨: વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની ‘અ’ વિભાગ ૭ થી ૧૦ વર્ષ સુધી ‘બ’ વિભાગ ૧૧ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો માટે વકતૃત્વ, નિબંધ, સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય તથા ખુલ્લો વિભાગ ૭ થી ૧૩ વર્ષના કલાકારો માટે દોહા, છંદ, ચોપાઇ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્યની કૃતિમાં ભાગ લેવા માગતા કલાકારોએ નિયત નમૂનામાં પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૧૦૬-જુની બી.એસ.એન.એલ. કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, વલસાડને તા.૮/૨/૨૦૨૨ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આર.ગવલી દ્વારા જણાવાયું છે.
Next Post