October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્‍વચ્‍છ ભારત મિશન સમગ્ર દેશમાંસ્‍વચ્‍છતા અને સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની સફળતાને અધારે ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરોને ‘‘કચરા મુક્‍ત શહેરો”(ઞ્‍જ્‍ઘ્‍ત) બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે સ્‍વચ્‍છ ભારત મિશન અર્બન 2.0 લોન્‍ચ કર્યું છે. સ્‍વચ્‍છ ભારત મિશન-અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત 2.0ને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા તેમજ સ્‍વચ્‍છ સર્વેક્ષણ-2024ની જોગવાઈના આયોજન/અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે જિલ્લા કલેક્‍ટરશ્રી અનસુયા ઝાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એ. કે. કલસરિયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાની એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
તાલીમમાં અર્બન વેસ્‍ટ મેનેજમેન્‍ટ અમદાવાદના ટીમ લીડર વિનય પટેલ અને લ્‍ચ્‍ભ્‍વ્‍ યુનિવર્સીટીના સેન્‍ટર ફોર વોટર એન્‍ડ સેનિટેશનના જય શાહ દ્વારા જિલ્લાની પાંચેય નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને નિર્મળ ગુજરાત 2.0ની ગાઈડલાઈન, સ્‍વચ્‍છતાના મુખ્‍ય મુદ્દાઓ, વેસ્‍ટ મેનેજમેન્‍ટ, આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્‍ટ, નિર્મળ ગુજરાત 2.0 અને સ્‍વચ્‍છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્‍યમાં આપવામાં આવતા ફન્‍ડની પોસિબિલીટીઓ, આવનારા વર્ષમાં સ્‍વચ્‍છતા અંગે થનારીકામગીરીનું પ્‍લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્‍ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓને બ્‍ઝજ્‍ૅ, બ્‍ઝજ્‍ૅૅ, ઞ્‍જ્‍ઘ્‍, ર્ષ્‍ીદ્દફૂશ્વૅ સર્ટિફિકેશન ટાર્ગેટ, રિર્પોટિંગ મેકેનિઝમ, સોલિડ અને લિક્‍વીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, સ્‍વચ્‍છતા કર્મચારીઓ માટે પીપીઈ કીટ સહિત સેફટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્‍તારના 10 કિમી વિસ્‍તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્‍યવસ્‍થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્‍યા, વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા ગોહિલ, વલસાડ મામલતદાર (શહેરી) કલ્‍પના ચૌધરી, વાપી મામલતદાર કલ્‍પના પટેલ, વલસાડ તાલુકા વિકાસ અધિકારી, વલસાડ નગરપાલિકા ઈજનેર નગમા મોદી અને હિતેશ પટેલ, પાંચેય નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

Leave a Comment