માત્ર થોડા સમય પહેલાં બનાવેલ રોડ ઉપર બેસુમાર ખાડા : વાહન ચાલકો ખાડામાં રોડ શોધી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપીમાં ચોમાસાની હજુ શરૂઆત માત્ર છે. ત્યાં શહેરના રસ્તાઓ ઉપર ખાડાઓ ભરમાળ છવાઈ ગઈ છે. કેટલાક વિસ્તારના રોડ તો ચન્દ્રલોકની ધરતી જેવા બની ગયા હતા.
વાપી શહેરના ગોલ્ડ કોઈન સર્કલથી ઝંડાચોકના રોડોએ ચોમાસામાં જવાબ આપી દીધો છે. ચલા-દમણ તરફ અવર જવર કરવા માટેનો એક માત્ર રોડની વરસાદે ભરપેટે ખાનાખરાબી સર્જી દીધી છે. રોડ ઉપર પડેલા અસંખ્ય ખાડાઓમાં વાહન ચાલકો રોડને શોધી રહ્યા છે. બીજી તરફ રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરીના પિલ્લરના ખાડા પણ રોડ સમાંતર ઉભા છે તેની આસપાસ પણ ખાડાઓપડી ચૂક્યા છે. વાપીવાસીઓ હજુ તો ચોમાસાનો પ્રારંભ માત્ર પ્રારંભ થયો છે. ત્યાં રોડોની સ્થિતિ બેહાલ થઈ ચૂકી છે. જો કે શહેરના અન્ય રોડ પણ બેહાલ થઈ ચૂક્યા છે. નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી હોય કે રોડ બનાવવાની કામગીરી હોય પાલિકાની શિથિલતા અને તકલાદી કામગીરીનો ઉત્તમ નમુનો ઝંડાચોકથી ગોલ્ડ કોઈન સર્કલનો રોડ બની ચૂક્યો છે.